દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રથમ સત્તાવાર પ્રવાસ માટે આજે સવારે રવાના થઈ ગયા છે. તેમનો અમેરિકા પ્રવાસ 21 જૂનથી શરૂ થશે અને 24 જૂને પૂરો થશે. તે પછી, ત્યાંથી તેઓ ઇજિપ્તના એક દિવસના પ્રવાસ માટે રવાના થશે.
Advertisement
Advertisement
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુએસએ મુલાકાત દરમિયાન ન્યુયોર્કમાં લગભગ 24 નોબેલ પુરસ્કાર વિજેતાઓ, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, આરોગ્ય ક્ષેત્રની લગભગ 24 અગ્રણી વ્યક્તિઓ સાથે મુલાકાત કરશે. તેમાં ટેસ્લાના સહ-સ્થાપક એલોન મસ્ક, એસ્ટ્રોફિઝિસિસ્ટ નીલ ડીગ્રાસ ટાયસન, ગ્રેમી એવોર્ડ -વિજેતા ભારતીય-અમેરિકન ગાયક ફાલુ (ફાલ્ગુની શાહ), પોલ રોમર, નિકોલસ નસીમ તાલેબ, રે ડાલિયો, જેફ સ્મિથ, માઈકલ ફ્રોમેન, ડેનિયલ રસેલ, એલ્બ્રિજ કોલ્બી, ડૉ. પીટર આગ્રે, ડૉ. સ્ટીફન ક્લાસ્કો અને ચંદ્રિકા ટંડનનો સમાવેશ થાય છે.
આ છે પીએમની મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી 21 થી 23 જૂન સુધી અમેરિકાના પ્રવાસે રહેશે. તેમનો પ્રવાસ 21 જૂને સવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસની ઉજવણી સાથે શરૂ થશે. ન્યૂયોર્કમાં વડાપ્રધાન કેટલાંક ટોચના નેતાઓને પણ મળશે. તે પછી તેઓ 21મી જૂને વોશિંગ્ટન ડીસીમાં ‘સ્કેલિંગ ફોર ફ્યુચર’ પર આધારિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી વચ્ચે 21મી જૂને જ ખાનગી મુલાકાત થવાની સંભાવના છે.
આ ઉપરાંત, 22 જૂને વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષીય બેઠક થશે. વડાપ્રધાન મોદી યુએસ કોંગ્રેસને પણ સંબોધિત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વડાપ્રધાન મોદી માટે ડિનરનું આયોજન કરશે. 23 જૂને વડાપ્રધાન મોદી કેટલીક કંપનીઓના સીઈઓને મળશે. આ પછી વડાપ્રધાન મોદી કેનેડી સેન્ટરમાં એક કાર્યક્રમમાં અગ્રણી પ્રોફેશનલ લોકોને મળશે. કેનેડી સેન્ટરના કાર્યક્રમ બાદ વડાપ્રધાન સમુદાયના અગ્રણીઓને મળશે.
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી 24-25 જૂને ઇજિપ્તની મુલાકાતે જશે. વડાપ્રધાન મોદીની આ પ્રથમ ઈજિપ્ત મુલાકાત હશે. 1997 પછી કોઈપણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત હશે.
Advertisement