દેશમાં આજે વિજયાદશમીનો તહેવાર પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ‘ દેશભરના મારા પરિવરજનોને વિજયાદશમીની હાર્દિક શુભકામના. આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓને ખતમ કરવાનો તેમજ જીવનમાં સદ્ભાવના અપનાવવાનો સંદેશ લઈને આવે છે.”
Advertisement
Advertisement
આ સાથે ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ દેશવાસીઓને ‘દશેરા’ની શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે ‘વિજયાદશમી’ પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. અધર્મનો અંધકાર ગમે તેટલો ગાઢ હોય, સત્ય પર આધારિત ધર્મના પ્રકાશની જીત શાશ્વત છે. પાપ પર પુણ્યના વિજયનું પ્રતીક, ‘વિજયાદશમી’ આપણને હંમેશા વિવેક અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપનારો અને શીખવનારો એક તહેવાર છે. ભગવાન શ્રી રામ સૌનું કલ્યાણ કરે. જય શ્રી રામ!
આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, દશેરાના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ! દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે, તે આપણને સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આ પાવન પર્વ પર આપણે સૌ સમગ્ર માનવતાના કલ્યાણની ભાવના સાથે સત્ય અને ન્યાયના માર્ગ પર આગળ વધતા રહીએ તેવી મારી શુભકામના છે.
દેશભરમાં આજે દશેરાનો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં અસત્ય પર સત્યની જીતના પ્રતિક રૂપે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે.
Advertisement