રાજસ્થાનમાં આજે શુક્રવારથી પેટ્રોલ પંપ સંચાલકોની અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ થઈ ગઈ છે. ઓપરેટરોએ રાજ્યમાં લગભગ 6700 પેટ્રોલ પંપ બંધ કરી દીધા છે. જેના કારણે દરેક જિલ્લામાં પેટ્રોલની અછત થઈ ગઈ છે. રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને વેટ ઘટાડવાની માંગ સાથે આ હડતાળનું એલાન કર્યું હતું, તમામ પંપ સંચાલકો તેના સમર્થનમાં આવ્યા છે.
Advertisement
Advertisement
અગાઉ રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને રાજ્યમાં બે દિવસની પ્રતિકાત્મક હડતાળ કરી હતી. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવા સહિતની વિવિધ માંગણીઓ અંગે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ, પંપ સંચાલકોની આ હડતાળ પર ગેહલોત સરકારે ધ્યાન આપ્યું ન હતું. આ અંગે ઓપરેટરોએ જણાવ્યું હતું કે સરકાર અમારી માંગણીઓ સ્વીકારતી નથી. આ સ્થિતિમાં અમને અચોક્કસ મુદતની હડતાળનું પગલું ભરવાની ફરજ પડી છે.
ગેહલોત સરકાર પર અનુરાગ ઠાકુરના પ્રહાર
દરમિયાન, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાજસ્થાનની ગેહલોત સરકાર પર આ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. ઠાકુરે જણાવ્યું હતું કે રાજસ્થાન અને અન્ય કોંગ્રેસ અને વિપક્ષ શાસિત રાજ્યોની સરકારોએ તેમના વેટમાં વધારો કર્યો છે, જ્યારે ભાજપ શાસિત રાજ્યોએ તેમાં ઘટાડો કર્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા પંજાબ જાય છે અને ત્યાંના લોકોએ પોતાના પંપ બંધ કરવા પડ્યા હતા. આ કારણે ઓછામાં ઓછા 300 પેટ્રોલ પંપ બંધ થયા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું, “સાડા ચાર વર્ષથી તમે જનતાને લૂંટતા રહ્યા. (રાજસ્થાનમાં) પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. રાજસ્થાનમાં સૌથી વધુ મોંઘવારી છે, જેનું મૂળ કારણ ગેહલોત જીની સરકાર છે. આજે રાજસ્થાનમાં પેટ્રોલ પંપ કેમ બંધ છે ? રાજસ્થાનના લોકોને વધુ પૈસા કેમ ચૂકવવા પડે છે? આ લૂંટની ખુલ્લી છૂટ, આ ગેહલોત સરકારમાં છે.”
राजस्थान और अन्य कांग्रेस और विपक्ष शासित राज्यों में सरकारों ने अपना VAT बढ़ाया, भाजपा शासित राज्यों ने कम किया है। राजस्थान के श्रीगंगानगर में लोग पंजाब में जाकर पेट्रोल-डीजल भराते हैं और वहां लोगों को अपने पंप बंद करने पड़ गए। कम से कम 300 पेट्रोल पंप इसकी वजह से बंद हुए हैं:… pic.twitter.com/NtjlSjh6W9
— ANI_HindiNews (@AHindinews) September 15, 2023
શું માંગ છે ?
પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર સિંહ ભાટીએ જણાવ્યું હતું કે રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વધુ વેટ લગાવ્યો છે. આ કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી અને નજીકના અન્ય રાજ્યોની સરખામણીમાં રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે છે. પડોશી રાજ્યોની સરખામણીએ રાજસ્થાનમાં પેટ્રોલ લગભગ 12 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા મોંઘું છે. તેને લીધે પ્રજાજનો અને પંપ સંચાલકોને પણ નુકશાની વેઠવી પડી રહી છે.
Advertisement