નાણાંકીય વર્ષ 2047 સુધી ડોલરના સંદર્ભમાં ભારતની માથાદીઠ આવક લગભગ પાંચ ગણી વધવાની ધારણા છે કારણ કે દેશમાં મધ્યમ આવક ધરાવતા વર્ગનું કદ સતત વધી રહ્યું છે. SBI રિસર્ચ અનુસાર, દેશની માથાદીઠ આવક નાણાંકીય વર્ષ 2023માં $2,500 (રૂ. 2 લાખ) થી નાણાંકીય વર્ષ 2047માં વધીને $12,400 (રૂ. 14.9 લાખ) થવાની ધારણા છે.
Advertisement
Advertisement
SBI રિસર્ચએ એક નોંધમાં જણાવ્યું હતું કે આ વૃદ્ધિ “ગ્રેટ ઈન્ડિયન મિડલ ઈન્કમ ક્લાસ” દ્વારા પ્રેરિત હશે, જેમાં 25% કરદાતાઓ 2047ના અંતે પૂરા થતાં નાણાકીય વર્ષ સુધીમાં સૌથી ઓછી આવકવાળા જૂથમાંથી મધ્યમ અને ઉચ્ચ આવક વર્ગમાં જવાની અપેક્ષા છે.
કર્મચારીઓની સંખ્યા 53 કરોડથી વધીને 72.5 કરોડ થવાનો અંદાજ
નોંધમાં જણાવાયું છે કે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા FY47 સુધીમાં 588 ટકા વધીને 48.2 કરોડ થવાની ધારણા છે, જે નાણાંકીય વર્ષ 2023માં કરપાત્ર આધાર ધરાવતા કામદાર વર્ગ તેનો હિસ્સો 22.4 ટકાથી વધીને FY47માં 85.3 ટકા થઈ જશે. FY47માં કામદારોની સંખ્યા 53 કરોડથી વધીને 72.5 કરોડ થવાનો અંદાજ છે.
એસબીઆઈ રિસર્ચ મુજબ, આકારણી વર્ષ 2014 (નાણાંકીય વર્ષ 2013) માં મધ્યમ વર્ગની ભારિત સરેરાશ આવક રૂ. 4.4 લાખથી વધીને રૂ. 13 લાખ થઈ ગઈ છે. SBIએ જણાવ્યું હતું કે 2047માં તે વધીને રૂ. 49.7 લાખ થવાની ધારણા છે. ખાસ કરીને કરદાતાઓની સંખ્યામાં વધારો થવાના કારણે આ શક્ય બનશે કારણ કે વધુ કરદાતાઓ ઓછી આવકના વર્ગમાંથી ઉપરની તરફ જઈ રહ્યા છે.
64 ટકા વસતિ હજુ પણ રૂ. 5 લાખ સુધીની આવકના વર્ગમાં
આકારણી વર્ષ 23 (નાણાંકીય વર્ષ 2022) માં 6.85 કરોડ લોકોએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું. તેમાં 64 ટકા વસતિ હજુ પણ રૂ. 5 લાખ સુધીની વાર્ષિક આવકના વર્ગમાં છે, જે આકારણી વર્ષ 2012 માં 84 ટકા હતી. નાણાંકીય વર્ષ 2047 સુધીમાં 25 ટકા આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા કરદાતા સૌથી ઓછી આવકના વર્ગમાંથી નીકળી જશે તેવી ધારણા છે, જ્યારે 13.6 ટકાએ આકારણી વર્ષ 2012 થી 2023ના સમયગાળામાં નોકરી છોડી દીધી છે.
Advertisement