બેલગ્રેડ,
Advertisement
Advertisement
અમેરિકાની જેમ જ યુરોપમાં પણ ગન કલ્ચર સામાન્ય બનતું જાય છે. આજે સર્બિયાની સર્બિયાના રાજધાની બેલગ્રેડમાં એક કિશોર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવાની ઘટના સામે આવી છે.
એક ૧૪ વર્ષના વિદ્યાર્થીએ શાળાના વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ પર અંધાધૂંધ ગોળીબાર કરીને 9 જણાંને જણાંને મોતને ઘાટ ઊતારી દીધા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ગોળીબાર કરતા પહેલા તેના ટારગેટ વિદ્યાર્થીઓ અને તેમના કલાસરૂમના સ્કેચ બનાવ્યા હતાં. તેણે આવું કૃત્ય કોઈ માનસિક આવેગામાં આવીને કર્યું હોવાનું ચર્ચાય છે.
, બેલગ્રેડના વ્લાદિસ્લાવ રિબિન્કર પ્રાઈમરી સ્કુલના ૧૪ વર્ષના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ પર ગોળી ચલાવ્યા પહેલા તેના કલાસના શિક્ષકને ગોળી મારી હતી. સર્બિયાના શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર, સર્બિયામાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. આ ઘટનામાં ૮ વિદ્યાર્થીઓ સહિત ૯ વ્યકિતઓના મોત થયા છે.
બાકીના ઘાયલ ૬ વિદ્યાર્થીઓ અને શિક્ષકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તેમને સવારે ૮:૪૦એ શાળામાં ફાયરિંગની ઘટના વિશે જાણકારી મળી હતી. આરોપી સાતમા ધોરણનો વિદ્યાર્થી છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ આખી ઘટનાને અંજામ આપવા આ કિશોરે પિતાની બંદૂકથી અન્ય વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ પર ગોળીનો મારો ચલાવ્યો હતો.
આ કિશોરના શિક્ષકોએ તેના વિશે જણાવ્યું હતું કે તે ક્યારેય તોફાન કે ગુસ્સો કરતો ન હતો. તે શાંતિથી અભ્યાસમાં રત રહેતો હતો અને અચાનક તેની આ પ્રકારની સ્થિતિ ચિંતાજનક છે.
હુમલાખોર કિશોર પાસે તેના પિતાની બે હેન્ડગન હતી જેમાંથી તેણે ફાયરિંગ કર્યું હતું. સર્બિયામાં ૧૯૯૦ના ગૃહયુદ્ધ પછી નાગરિકો પાસે હજારો હથિયારો ઘરમાં પડેલા મળી આવે છે. આ હથિયારો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.
સર્બિયાની મીડિયામાં આ ઘટના બાદ આરોપીએ ખુદ પોલીસને ફોન કરીને માહિતી આપી હોવાના રિપોર્ટ મળી રહ્યા છે.
આ ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની ઉંમર ૧૩-૧૪ વર્ષની હોવાની માહિતી સામે આવી રહી છે. ગોળીબારીની ઘટના બાદ સર્બિયામાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. સર્બિયામાં ગોળીબારીના ઘટના છેલ્લે ૨૦૧૩માં થઈ હતી, જેમાં પૂર્વ સૈન્ય અધિકારીએ ૧૩ લોકોની હત્યા કરી હતી.
Advertisement