ભારત છેલ્લા એક વર્ષથી રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે અને રિફાઈન્ડ ઈંધણ તરીકે યુરોપમાં ડીઝલની નિકાસ કરી રહ્યું છે. યુરોપિયન યુનિયનના વિદેશ અને સુરક્ષા નીતિના વડા જોસેફ બોરેલનું માનવું છે કે ડીઝલ અને રિફાઈન્ડ ઈંધણના રુપમાં યુરોપને રશિયન તેલ વેચવા બદલ યુરોપિયન સંઘે ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ જાણતા હતા કે ભારત રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે અને તેને ઈંધણમાં પ્રોસેસ કરીને યુરોપ વેચી રહ્યું છે. યુરોપિયન યુનિયને હવે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ.
બોરેલ કહ્યું, જો રશિયન તેલમાંથી બનેલું ડીઝલ અને ગેસોલિન ભારતમાંથી યુરોપમાં આવે છે તો તે ચોક્કસપણે પ્રતિંબધોનું ઉલ્લંઘન છે. હવે સભ્ય દેશોએ આનો ઉકેલ શોધવો પડશે,.
તેમણે બ્રસેલ્સમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સાથેની તેમની બેઠક પહેલા આ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેના જવાબમાં જય શંકરે કર્યું, કાઉન્સિલના નિયમ અનુસાર, મારી સમજણ એ છે કે રશિયન ક્રૂડ ઓઈલનું રશિયામાંથી પ્રાપ્ત કોઈ અન્ય દેશમાં તેને પ્રોસેસ કરવામાં આવે તો તેને રશિયન ગણી શકાય નહીં.
ભારતીય રિફાઈનર્સે ડિસેમ્બર-એપ્રિલ વચ્ચે યુરોપમાં લગભગ 284,000 બેરલ પ્રતિ દિવસ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરી હતી. તે એક વર્ષ અગાઉ કરતા લગભગ 170,000 બેરલ પ્રતિ દિવસ વધારે છે.
Advertisement