દિલ્હીના શ્રદ્ધા વોકર મર્ડર કેસે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. હવે આવો જ એક ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે. જ્યાં એક 56 વર્ષીય વ્યક્તિએ તેના લિવ-ઇન રિલેશનશિપ રૂમ પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરી અને તેના શરીરના ટુકડા કરી નાખ્યા. એટલું જ નહીં, પુરાવાનો નાશ કરવા માટે, હત્યારાએ પહેલા નિર્દયતાથી શરીરના ભાગોને કાપી નાખ્યા અને પછી તેને કૂકરમાં ઉકાળ્યા.
Advertisement
Advertisement
મુંબઈના મીરા રોડ વિસ્તારમાં આવેલી આકાશગંગા સોસાયટીમાં એક મહિલાની નિર્દયતાથી હત્યા કરી નાંખવામાં આવી, પરંતુ હત્યારાની એક ભૂલને કારણે પોલીસે તેને ઝડપી લીધો. પોલીસે ઘટનાસ્થળેથી મહિલાના મૃતદેહના અનેક ટુકડા કબજે કર્યા છે. પોલીસે જણાવ્યું કે તે સોસાયટીમાં તેના એક મિત્ર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને બાદમાં તેના શરીરના ટુકડે ટુકડા કરી દેવામાં આવ્યા હતા.
ડીસીપી જયંત બાજબલેના જણાવ્યા અનુસાર, 56 વર્ષના વ્યક્તિએ તેની સાથે લિવ – ઈનમાં રહેતી 32 વર્ષની એક મહિલાની હત્યા કરી હતી. મીરા રોડ પરના એક ઘરમાંથી દુર્ગંધ આવવાની માહિતી મળતાં, ત્યાં જોતાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મનોજ અને સરસ્વતી અહીં લિવ-ઈનમાં રહેતા હતા. મનોજે એક ટ્રી કટર ખરીદ્યું હતું જેની મદદથી તે મહિલાના ટુકડા કરી નાખતો હતો અને પછી તેને કૂકરમાં ઉકાળીને પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી દેતો હતો. આ ઘટનામાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપીએ મૃતદેહના ટુકડાને કુકરમાં ઉકાળી દીધા હતા જેથી દુર્ગંધ ફેલાય નહીં. જો કે, એક પ્રકારની વિચિત્ર ગંધથી પડોશીઓ પરેશાન હતા, તેથી તેમણે પોલીસને ફરિયાદ કરી. માહિતી મળતાં પોલીસે ફ્લેટ પર દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી શરીરના ટુકડા કબજે કર્યા હતા. ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ફ્લેટમાંથી અન્ય પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હાલમાં પોલીસે ફ્લેટને સીલ કરી દીધો છે.
Advertisement