નવી દિલ્હી: શરાબ નીતિને લઈને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની સમસ્યાઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ મામલામાં ED એ પહેલેથી જ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે. હવે માહિતી સામે આવી છે કે EDએ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે, તેમને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
AAP નેતાઓએ કેન્દ્ર પર નિશાન સાધ્યું
આ માહિતી સામે આવ્યા બાદ રાજકીય નિવેદનબાજી તેજ બની ગઈ છે. આ મામલે AAP નેતા સંદીપ પાઠકે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, BJP અને PM નરેન્દ્ર મોદીનો એકમાત્ર ઉદ્દેશ્ય અરવિંદ કેજરીવાલને કોઈપણ રીતે હટાવવાનો છે. પહેલા તેઓએ ચૂંટણી દ્વારા કાયદાકીય માધ્યમથી તેમને રોકવાનો પ્રયાસ કર્યો. પહેલા દિલ્હીમાં અને પછી પંજાબમાં તેમણે પ્રયાસ કર્યો પરંતુ બંને જગ્યાએ તેઓ નિષ્ફળ ગયા, અને હવે જ્યારે AAP પાર્ટી ગુજરાતમાં પહોંચી ત્યારે તેમને સમજણ પડતી બંધ થઈ ગઈ અને તેમણે વિચાર્યું કે કેજરીવાલને કાયદાકીય રીતે હરાવવા મુશ્કેલ છે, પછી તેઓએ કાવતરું ઘડવાનું શરૂ કર્યું અને ખોટા આરોપો પર અમારા પક્ષના મોટા નેતાઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું.. આ પછી પણ તેમણે જોયું કે પાર્ટી તૂટતી નથી. ત્યારે આજે તેમણે કેજરીવાલને સમન્સ ઈસ્યુ કરાવડાવ્યું. આજે દેશનું એ કમનસીબ છે કે પીએમ નરેન્દ્ર મોદી જે રીતે એક પછી એક દેશની સંસ્થાઓને ખતમ કરી રહ્યા છે, ઈતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે.
આ મામલાને લઈને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, “સમાચાર અનુસાર, કેન્દ્ર સરકારની EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારનો એક જ ઉદ્દેશ્ય છે કે કોઈને કોઈ રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરી દેવાય અને આ માટે તેઓ કોઈ કસર છોડી રહ્યા નથી અને કોઈક રીતે ખોટો કેસ બનાવીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દેવામાં આવે અને આમ આદમી પાર્ટીને ખતમ કરી દેવાય.
ED પૂછપરછ બાદ કેજરીવાલની ધરપકડ કરશે – આતિશી
ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલવા પર દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે માહિતી મળી રહી છે કે 2 નવેમ્બરે જ્યારે અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થશે ત્યારે ઈડી તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેશે. ભાજપ અને વડાપ્રધાન AAPને ખતમ કરી દેવા માંગે છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ એટલા માટે નહીં થાય કારણ કે તેમની સામે કોઈ કેસ છે, પરંતુ વડાપ્રધાન તેમનાથી ડરે છે એટલા માટે તેમની ધરપકડ થશે.
Advertisement