કર્ણાટક સરકારે બાળકો પર સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી સૂચનાઓ અનુસાર, બાળકોની સ્કૂલ બેગનું વજન બાળકના પોતાના વજનના 15 ટકાથી વધુ ન હોવું જોઈએ. રાજ્ય સરકારના આ નિયમ મુજબ બાળકોની સ્કૂલ બેગનું વજન નિર્ધારિત વજન કરતાં વધી શકે નહીં.
Advertisement
Advertisement
અઠવાડિયામાં એક દિવસ ‘નો બેગ ડે’
સ્કૂલ બેગનું વજન નક્કી કરવા ઉપરાંત રાજ્ય સરકારે અઠવાડિયામાં એક દિવસ ‘નો બેગ ડે’ ઉજવવાનો પણ નિર્દેશ આપ્યો છે. નિર્દેશ મુજબ, શાળાઓને અઠવાડિયામાં એકવાર, સામાન્ય રીતે શનિવારે ‘નો બેગ ડે’ મનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ દિવસે બાળકોએ સ્કુલ બેગ વગર શાળાએ આવવાનું રહેશે અને પુસ્તકીય અભ્યાસ ઉપરાંત તેમને પ્રેક્ટીકલ જ્ઞાન પણ આપવામાં આવશે.
સમિતિએ જાહેર કર્યો અહેવાલ
ડો.વી.પી.નિરંજનરાધ્યાને સમિતિ દ્વારા આપવામાં આવેલી ભલામણોના આધારે રાજ્ય સરકારે આ આદેશ જારી કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ બેગના વજન અને આરોગ્ય પર શું અસર થાય છે તેનો અભ્યાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ 2018-19 દરમિયાન તેનો અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો, જેના આધારે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. બ્લોક લેવલના શિક્ષણ અધિકારીઓએ તેમના જિલ્લામાં જારી સૂચનાઓનો કડક અમલ કરવો પડશે.
Advertisement