નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મંગળવારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)સાથે જોડાયેલા કેસમાં પંજાબ અને હરિયાણામાં 10 સ્થળોએ દરોડા પાડ્યા છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન માટે ભંડોળ એકત્ર કરવા અને તેના માટે સરહદ પારથી શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરી કરવા માટે રચાયેલા ગુનાહિત કાવતરાના સંબંધમાં પંજાબમાં નવ અને હરિયાણામાં એક સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. NIAએ ગયા વર્ષે 20 ઓગસ્ટે ભારતીય દંડ સંહિતા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદો, 1967ની વિવિધ કલમો હેઠળ સુઓ મોટો કેસ નોંધ્યો હતો.
Advertisement
Advertisement
આ જ કેસમાં NIAએ કેનેડા સ્થિત ‘સૂચિબદ્ધ આતંકવાદી’ અર્શ ધલ્લાના બે નજીકના ‘વોન્ટેડ’ સહયોગીઓની તેઓ ફિલિપાઈન્સના મનીલાથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) પહોંચ્યા હતા ત્યારે આ વર્ષે 19 મેના રોજ ધરપકડ કરી હતી. તેઓ મનીલામાં રહેતા હતા. આ બંનેની ઓળખ અમૃતપાલ સિંઘ ઉર્ફે એમ્મી અને અમૃતક સિંઘ તરીકે થઈ છે, બંને પંજાબના રહેવાસી છે. તેમની ફ્લાઇટ ઉતરવાની એરપોર્ટ પર રાહ જોઈ રહેલી એનઆઈએની ટીમે વહેલી સવારે હાથ ધરાયેલા ઓપરેશનમાં તેમને પકડી લીધ હતા.
NIAએ અગાઉ માહિતી આપી હતી કે ભારતમાં પ્રતિબંધિત સંગઠનોની ગેરકાનૂની અને હિંસક પ્રવૃત્તિઓ સંબંધિત કેસમાં NIA દિલ્હી કોર્ટ દ્વારા બંને આરોપીઓ સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આરોપીઓ વિરુદ્ધ પંજાબમાં અનેક ક્રિમિનલ કેસ નોંધાયા છે.
NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ભારતમાં KTFની હિંસક ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત નિયુક્ત આતંકવાદી અર્શદીપ સિંહ ધલ્લા માટે કામ કરતો હતો.
NIAએ જણાવ્યું હતું કે, અન્ય કુખ્યાત વોન્ટેડ આરોપી મનપ્રીત સિંહ ઉર્ફે પીટા સાથે મળીને, બન્ને આરોપીઓ KTFની સૂચના પ્રમાણે દેશમાં હિંસા અને આતંકી કૃત્યો કરવા માટે પાકિસ્તાનથી હથિયારોની દાણચોરી અને યુવાનોની ભરતી કરવામાં સામેલ હતા.
Advertisement