રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આજે જમ્મુ અને કાશ્મીર ખીણપ્રદેશમાં લગભગ છ સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક કેસની તપાસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. સુરક્ષા દળો સાથે એજન્સીની ટીમો આજે સવારે બાંદીપોરા, કુલગામ, પુલવામા અને શોપિયાં પહોંચી હતી. રાજ્યના આ ચાર જિલ્લામાં છ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
વિદેશી સહયોગીઓ સાથે મળીને ઘાટીમાં આતંકવાદને વેગ આપવાની શંકા
આ અગાઉ મંગળવારે, રાજ્ય તપાસ એજન્સીએ શ્રીનગરમાં રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે સોશિયલ મીડિયાના દુરુપયોગના મામલામાં ખીણપ્રદેશના ચાર જિલ્લાઓમાં છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે વ્યક્તિઓ અને સંગઠનો વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી તેઓ વિદેશી સહયોગીઓ સાથે મળીને ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા હોવાની શંકા છે.
છ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું
SIA અધિકારીના જણાવ્યા અનુસાર, એજન્સીએ કુપવાડા, અનંતનાગ, પુલવામા અને શ્રીનગર જિલ્લામાં છ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસ એજન્સીએ સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો કેસ નોંધ્યો છે. આ માટે ઓળખી કાઢવામાં આવેલા સંગઠનો પર આતંકવાદ અને તેને સમર્થન આપવાનો પણ આરોપ છે.
Advertisement