બંગાળની ખાડીમાં ઉદભવેલા નવા ચક્રવાતી વાવાઝોડાની વચ્ચે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિતિને ધ્યાનમાં લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ 4 રાજ્યોમાં 28 જુલાઈ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને બેઠકો યોજી રહ્યા છે. મુંબઈ માટે આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં પશ્ચિમ-મધ્ય અને ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ચક્રવાતી વાવાઝોડું ઉદભવી રહ્યું છે, તેની અસર હેઠળ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા હળવા દબાણનો વિસ્તાર વિકસિત થવાની સંભાવના છે અને 26 જુલાઈની આસપાસ આ પ્રદેશમાં હળવા દબાણનું કેન્દ્ર બનવાની શક્યતા છે, જે પછી હળવા દબાણનું ક્ષેત્ર ધીમી ગતિએ ઉત્તર આંધ્ર પ્રદેશ – દક્ષિણ ઓડિશા દરિયાકાંઠા પર પશ્ચિમ – ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
તેલંગાણામાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે હૈદરાબાદમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેલંગાણાના ઘણાં જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહબૂબાબાદ, વારંગલ, હમનકોંડા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. IMD દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અન્ય જિલ્લાઓ જેવા કે જગિત્યાલ, રાજન્ના સિરસિલ્લા, કરીમનગર, પેદાપલ્લી, જયશંકર ભૂતાપલ્લી, યદાદ્રી ભુવનનગીરી, રંગારેડ્ડી, હૈદરાબાદ, મેડચલ, મલ્કાજીગીરી, વિકરબાડી જેવા અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ
IMD એ કર્ણાટક માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ કન્નડ, ઉડુપી, ઉત્તર કન્નડ, ચિક્કમંગલુર, કોડાગુ, બેલાગવી, હસન અને શિવમોગા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આ જિલ્લાઓમાં 115.6 થી 204.4 મીમી સુધીનો વરસાદ પડી શકે છે. તેથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
Advertisement