નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ આજથી ભારતની સત્તાવાર મુલાકાતે છે. પ્રચંડ સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. પ્રચંડની ભારત મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ચીન સાથેના રાજદ્વારી સંબંધો અને નેપાળ અને ચીન વચ્ચે વધતી નિકટતા વચ્ચે આ મુલાકાત ઘણી મહત્વની છે.
Advertisement
Advertisement
ચીનના આમંત્રણ છતાં ભારતને પસંદ કર્યું
ગયા વર્ષે ડિસેમ્બરમાં ત્રીજી વખત નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પુષ્પ કમલ દહલ પ્રચંડની આ પ્રથમ વિદેશ યાત્રા છે. નેપાળના વડાપ્રધાન પ્રચંડે ચીનનું આમંત્રણ હોવા છતાં ભારતની પસંદગી કરી છે. આ મુલાકાતને લઈને બંને પક્ષે ભારે ઉત્સુકતા છે. નેપાળ જે રીતે છેલ્લાં કેટલાક સમયથી ચીનની નજીક આવી રહ્યું છે. આવી સ્થિતિમાં નેપાળના વડાપ્રધાનની મુલાકાત સંબંધોમાં ઉષ્મા લાવી શકે છે. નેપાળના પીએમ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ સાથે વાતચીત કરશે.
આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા કરારો પણ થશે. નેપાળી પીએમ પ્રચંડની ભારત મુલાકાત દરમિયાન જળ સંસાધન, ઉર્જા સહયોગ, વેપાર, વાણિજ્ય, ટ્રાન્ઝિટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ દરમિયાન કેટલાક દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે. નેપાળી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન અડધા ડઝનથી વધુ કરારો અને મેમોરેન્ડમ પર હસ્તાક્ષર અને જાહેરાત કરવામાં આવશે.
Advertisement