નેપાળના સોલુખુમ્બુથી કાઠમંડુ જઈ રહેલું હેલિકોપ્ટર ગુમ થયા બાદ તૂટી પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં સવાર છ લોકોમાંથી પાંચ લોકોના મૃતદેહ સ્થળ પરથી જ મળી આવ્યા છે. હેલિકોપ્ટરનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક સવારે 10 વાગ્યે તૂટી ગયો હતો. ત્યારથી હેલિકોપ્ટર વિશે કોઈ માહિતી મળી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
અધિકારીઓએ જણાવ્યું કે તેમણે ઘટનાસ્થળેથી હેલિકોપ્ટરનો કાટમાળ અને પાંચ મૃતદેહોને બહાર કાઢ્યા છે. અહેવાલો અનુસાર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને વિગતવાર અહેવાલ આવવાનો બાકી છે. પોલીસનું કહેવું છે કે હેલિકોપ્ટરને સમુદ્ર સપાટીથી 3500 મીટરની ઉંચાઈ પર લામજુરા પાસ પાસે અકસ્માત નડ્યો હતો. હેલિકોપ્ટરમાં પાયલટ શેટ બી ગુરુંગ ઉપરાંત પાંચ મેક્સિકન નાગરિકો સવાર હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મનાંગ એરનું આ હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટ નજીક ગુમ થઈ ગયું હતું. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર પ્રતાપ ભાનુ તિવારીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરે ટેક ઓફ કર્યું તેની પંદર મિનિટ પછી સંપર્ક ગુમાવ્યો હતો. હેલિકોપ્ટરમાં પાંચ વિદેશી પ્રવાસીઓ હતા તેઓ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની સાઈટ સીઈંગ ટુર પર હતા. હેલિકોપ્ટર ત્યાંથી કાઠમંડુ પરત આવવાનું હતું. એરપોર્ટ અધિકારી સાગર કડેલે જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાનને કારણે હેલિકોપ્ટરે તેનો ફ્લાઇટ રૂટ બદલવો પડ્યો હતો.
Nepal Civil Aviation Authority releases the list of people who were onboard the crashed helicopter. One Nepali and 5 Mexicans were onboard the chopper.
Five bodies and the wreckage of the chopper have been recovered. https://t.co/6DZTEsMtCi pic.twitter.com/V4K28jm1mO
— ANI (@ANI) July 11, 2023
હેલિકોપ્ટર તૂટી પડ્યાની માહિતી ભાકંજે ગામના લામજુરા સ્થિત ચિહાનડંડાના રહેવાસીઓએ આપી હતી. સ્થાનિક સંસ્થાના ઉપાધ્યક્ષ નવાંગ લાકપા શેરપાએ આ માહિતી ઉચ્ચ અધિકારીઓને આપી હતી.
Advertisement