‘ INDIA VS ભારત’ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે NCERT સમિતિના અધ્યક્ષનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રોફેસર સીઆઈ આઈઝેકે કહ્યું કે ભારત નામ બાળકોમાં ગર્વની ભાવના પેદા કરે છે. તેથી જ અમે તમામ શાળાના અભ્યાસક્રમમાં INDIA ને બદલે ભારત લખવાની ભલામણ કરી છે. થોડા દિવસો પહેલા, NCERT પેનલે તમામ શાળાના પાઠ્યપુસ્તકોમાં ‘ INDIA ‘ને બદલે ‘ભારત’ લખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
Advertisement
Advertisement
મદ્રાસ ચેન્નઈ બની ગયું, ત્રિવેન્દ્રમ તિરુવનંતપુરમ બન્યું તો ઈન્ડિયાને ભારત બનાવવામાં શું વાંધો છે ?
આ મુદ્દે થયેલા વિરોધનો જવાબ આપતા પ્રોફેસર સીઆઈ આઈઝેકે કહ્યું કે મદ્રાસનું નામ બદલીને ચેન્નાઈ અને ત્રિવેન્દ્રમનું નામ બદલીને તિરુવનંતપુરમ કરી દેવામાં આવ્યું છે અને તાજેતરમાં જ કેરળને કેરલમ બનાવવાની માંગ કરવામાં આવી છે, તો ઈન્ડિયાને ભારત કહેવામાં શું સમસ્યા છે ? ભારત નામ અંદાજે 7,000 વર્ષ જૂનું છે. જ્યારે બાળકો આ સાંભળશે, ત્યારે તેઓ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને વારસા પર ગર્વ અનુભવશે. તેની સરખામણીમાં ઈન્ડિયા નામ માત્ર 150 વર્ષ જૂનું છે.
અમે ઈચ્છીએ છીએ કે આવનારી પેઢી ભારત નામ શીખે: NCERT ચેરમેન
પ્રોફેસર આઈઝેકે કહ્યું કે ધોરણ 7-12 સુધી સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં ભારત નામ ભણાવવું જોઈએ. નવી શિક્ષણ નીતિની રચના પછી, સમિતિએ વિચાર્યું કે વિદ્યાર્થીઓને ભારત નામ શીખવવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે આવનારી પેઢી ભારતનું નામ શીખે.
ઈન્ડિયાને બદલે ભારત લખવાની ભલામણ
NCERT દ્વારા રચાયેલી સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે કેટલાંક સૂચનો આપ્યા છે. સમિતિએ એમ પણ કહ્યું છે કે હિંદુ યોદ્ધાઓની વિજય ગાથાઓને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવી જોઈએ. જો કે, NCERTએ સ્પષ્ટ કર્યું છે કે આ સૂચનો પર ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું ગણાશે અને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આઇઝેકની આગેવાની હેઠળની સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં પ્રાચીન ઇતિહાસની જગ્યાએ શાસ્ત્રીય ઇતિહાસનો સમાવેશ કરવા અને તમામ વિષયોમાં ભારતીય જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું. પેનલના અધ્યક્ષ સી.આઈ. આઇઝેકે વધુમાં જણાવ્યું હતું કે NCERT દ્વારા રચાયેલી સમિતિએ શાળાના પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ભારત લખવાની ભલામણ કરી છે.
Advertisement