દિલ્હી: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોમાં હવે INDIAનું નામ બદલીને ‘ભારત’ કરી દેવામાં આવશે. NCERT દ્વારા રચાયેલી એક સમિતિએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. આ માટે NCERTએ 19 સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને શિક્ષણ સામગ્રી સમિતિ (NSTC)ની રચના કરી હતી.
Advertisement
Advertisement
આ પ્રસ્તાવ થોડા મહિના પહેલા કરાયો હતો
વિપક્ષી ગઠબંધને તેનું નામ બદલીને I.N.D.I.A કરી દીધું છે, જેના કારણે તેની સતત ચર્ચા થઈ રહી હતી. હવે સમાચાર આવ્યા છે કે ટૂંક સમયમાં NCERT પુસ્તકોમાંથી INDIA શબ્દને દરેક જગ્યાએથી હટાવી દેવામાં આવશે અને દરેક જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. આ અંગેનો પ્રસ્તાવ એક NCERT પેનલ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેનો સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યો છે. પેનલના સભ્યોએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ થોડા મહિના પહેલા આપવામાં આવ્યો હતો અને હવે તેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સમિતિએ પ્રાચીન ઈતિહાસની જગ્યાએ શાસ્ત્રીય ઈતિહાસનો સમાવેશ કરવાની પણ ભલામણ કરી હતી.
તમામ વિષયોમાં IKS નો સમાવેશ કરવામાં આવશે
અભ્યાસક્રમમાં તમામ વિષયોમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (IKS) નો સમાવેશ કરવો તે પણ આ નવા ફેરફારનો એક ભાગ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ અભ્યાસક્રમમાં સુધારો કરવા માટે કેન્દ્રીય સ્તરે NCERT સાથે કામ કરી રહેલી 25 સમિતિઓમાંથી આ એક સમિતિ છે.
Advertisement