નસબંધી કરાવવા છતાં ગર્ભવતી થવાના મામલામાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પીડિત મહિલાની તરફેણમાં ચુકાદો આપતાં તેને 3 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે.
Advertisement
Advertisement
શું છે સમગ્ર મામલો
તમિલનાડુના થૂથુકુડીની એક મહિલાએ 2016માં મદુરાઈ બેંચમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે મહિલા ગૃહિણી છે અને તેનો પતિ ખેતમજૂર છે. તેને પહેલેથી જ બે બાળકો હતા. 2013 માં તેણીએ થૂથુકુડી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં નસબંધી કરાવી હતી.
કોર્ટે આ આદેશ આપ્યો
આ મામલો જસ્ટિસ બી પુગલેન્ધીની બેન્ચ સુધી પહોંચ્યો હતો. તેમણે નક્કી કર્યું કે બાળકના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. એટલું જ નહીં સરકાર બાળકના ઉછેર માટે પીડિત પરિવારને દર મહિને 10,000 રૂપિયા અથવા વાર્ષિક 1.20 લાખ રૂપિયા પણ આપશે. આ પૈસા બાળક 21 વર્ષનું થાય ત્યાં સુધી આપવાના રહેશે.
Advertisement