ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ બાદ આખી દુનિયાના મુસ્લિમો ઈઝરાયલ વિરુદ્ધ સંગઠિત થઈ રહ્યાં છે. ઈઝરાયલ દ્વારા ગાઝા પર થઈ રહેલા સતત હુમલાને જોતાં સાઉદી અરેબિયાએ OICની ઈમરજન્સી બેઠક બોલાવી છે. 57 ઈસ્લામિક દેશોના સંગઠન OICએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ બેઠક સાઉદી અરેબિયાની વિનંતી પર બોલાવવામાં આવી છે.
Advertisement
Advertisement
જેદ્દાહમાં યોજાનારી આ બેઠકમાં ગાઝામાં ઈઝરાયલ સૈન્યના હુમલા અંગે ચર્ચા થશે. મધ્ય પૂર્વની સ્થિરતા અને સુરક્ષાને લઈને પણ તેમાં ચર્ચા થશે. હકીકતે હમાસના હુમલા પછી, વળતી કાર્યવાહીમાં ઇઝરાયલે સમગ્ર ગાઝાનો નાશ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે ગાઝાના લોકો 24 કલાકની અંદર તે વિસ્તાર છોડીને બીજે જતાં રહેવા ગયા શનિવારે ચેતવણી આપી હતી. OICએ તેની ટીકા કરી હતી.
OICએ ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું
OICએ આ યુદ્ધ માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે. 57 ઈસ્લામિક દેશોના આ સંગઠને કહ્યું હતું કે ઈઝરાયલે પેલેસ્ટાઈનના લોકો પર તાત્કાલિક હુમલા બંધ કરી દેવા જોઈએ. આંતરરાષ્ટ્રીય સમુદાયે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ. હમાસના હુમલા બાદ ઈઝરાયેલ સંપૂર્ણ રીતે પરેશાન છે. ગાઝામાં ઈઝરાયલની સેના પડાવ કરી રહી છે. પીએમ નેતન્યાહુએ કહ્યું કે હમાસે યુદ્ધ શરૂ કર્યું પરંતુ અમે તેને ખતમ કરીશું.
મુસ્લિમોને કોઈ રોકી ન શકે…
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમેનીએ ઈઝરાયલને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે ઈઝરાયેલ ગાઝા પર આ રીતે તેનો હુમલો ચાલુ રાખશે તો દુનિયાના મુસ્લિમોને કોઈ રોકી શકશે નહીં. ગાઝા પર બોમ્બમારો તાત્કાલિક બંધ થવો જોઈએ. ખોમેનીએ કહ્યું કે ગાઝામાં પેલેસ્ટાઈનવાસીઓ પર તેમના ગુનાઓ માટે કાર્યવાહી થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની શરૂઆત 7 ઓક્ટોબરે થઈ હતી. તે દિવસે હમાસે વહેલી સવારે ઇઝરાયેલના ઘણાં સ્થળો પર અચાનક હુમલા શરૂ કરી દીધાં હતા. હમાસે ઈઝરાયલ પર 5000 થી વધુ રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયેલે વળતી કાર્યવાહીમાં હમાસના સ્થળો પર બોમ્બમારો કર્યો હતો.
Advertisement