રેલવે પછી બેસ્ટ મુંબઇના લોકો માટે એક જીવાદોરી છે. લાખો લોકો દિવસભર મુંબઇમાં મુસાફરી કરવા માટે રેલવે અને બેસ્ટમાં બેસીને કરે છે. મુંબઇ જઇએ અને બસમાં મુસાફરી ન કરીએ તો મજા ન આવે. બેસ્ટમાં પ્રવાસ કરવા માટે હવે ટૂંક સમયમાં પેપરલેસ ટિકિટ ઉપક્રમ શરૂ કરવામાં આવશે. તેના લીધે ચિલ્લર આપાવાનું અને લેવાનું પણ બંધ થઇ જશે અને ટિકિટનો કાગળ સંભાળવાની પણ જરૂર નહીં પડે. એના લીધે કાગળની ટિકિટ ૧૦૦ ટકા બંધ થશે અને કાગળની ટિકિટ પર વર્ષનો થતો ૨.૫ કરોડ રૂપિયાનો ખર્ચમાં બચત થશે તેવી માહિતી બેસ્ટના મહાવ્યવસ્થાપક લોકેશ ચંદ્રએ આપી હતી. માયાનગરી મુંબઇમાં નિયમિત ૩૫ લાખથી વધુ પ્રવાસીઓ બેસ્ટની બસમાં પ્રવાસે કરે છ . બેસ્ટ ઉપક્રમના કાફલામાં અત્યારે ૩૩૨૮ બસ છે. પ્રવાસીઓને યોગ્ય સગવડ વાળી સુવિધા આપવાનો બેસ્ટ પ્રયત્ન કરે છે. પ્રદૂષણ નિયંત્રણ માટે ઇલેક્ટ્રોનિક એસી બસ કાફલામાં ઉમેરવામાં આવી છે. બેસ્ટ દ્વારા આપવામાં આવેલી એપથી મુસાફરો ઓનલાઇન ટિકિટ બુક કરીને મુસાફરીનો લાભ લઇ શકે છે. ડિજિટલ ટિકિટનો ઉપયોગ વધારવા માટે અનેક ઓફર આપવામાં આવી રહી છે. એમાં હવે હજી સુધારા કરવામાં આવશે. પ્રવાસીઓને મોબાઇલમાં ઓનલાઇન ટિકિટ આપવામાં આવશે અને તેને લીધે કોઇપણ જુદું કાર્ડ વાપરવાની જરૂર નહીં પડે અને તે મોબાઇલના માધ્યમથી આ ટિકિટ આપવામાં આવશે. ઓનલાઇન ટિકિટ મેળવવા માટે એક મોબાઇલ એપ ઉપલબ્ધ કરવામાં આવશે અને એમાં ચોક્ક્સ રૃપિયાનું રિચાર્જ કરવું પડશે. એના માટે બસના દરવાજા નજીક ટેપ ઇન ટેપ આઉટ સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવશે. મોબાઇલમાં બ્લૂ ટુથના માધ્યમથી ટિકિટ ઓટોમેટિક ડાઉનલોડ કરી શકાશે. બેસ્ટના તમામ ડેપોમાં આ સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવશે. હાલમાં દરરોજ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ ૪ લાખથી વધારે પ્રવાસીઓ કરે છે. મોબાઇલ પર દરરોજ ૧ લાખ ૨૫ હજાર પ્રવાસીઓ ટિકિટ કઢાવે છે. અત્યાર સુધી ૭ લાખ ૩૦ હજારથી વધારે પ્રવાસીઓ સ્માર્ટકાર્ડનો ઉપયોગી કરે છે. નિયમિત ૩૫ લાખ પ્રવાસીઓ બેસ્ટની વિવિધ બસમાં બેસીને વિવિધ રૂટ પર પ્રવાસની મજા માણે છે.
Advertisement
Advertisement
Advertisement