તમિલનાડુના ચેન્નાઈથી વિલ્લુપુરમ જઈ રહેલા બે કન્ટેનર નેશનલ હાઈવે પર ત્યારે ખળભળાટ મચાવી દીધો જ્યારે તેમાંથી એક કન્ટેનર અધવચ્ચે જ ખરાબ થઇ ગયું. ઉતાવળમાં બંને કન્ટેનરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકો સમજી શકતા નહતા કે પોલીસ કન્ટેનરની આટલી બધી ચિંતા કેમ કરી રહી છે ? થોડા સમય બાદ પોલીસ કડક બંદોબસ્ત હેઠળ એક કન્ટેનર લઈ ગઈ હતી.
Advertisement
Advertisement
અસલમાં ભારતીય રિઝર્વ બેંકની ચેન્નાઈ શાખામાંથી વિલ્લુપુરમમાં એક હજાર 70 કરોડની રકમ મોકલવામાં આવી હતી. આ તમામ પૈસા સ્થાનિક બેંકોમાં જવાના હતા. પૈસા બે કન્ટેનરમાં હતા. દરેક પાસે 535 કરોડ રૂપિયા હતા. બંને કન્ટેનર તેમના ગંતવ્ય તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમાંથી એક અધવચ્ચે ખરાબ થઇ ગયું હતું. કન્ટેનરને તાંબારામ પાસે રોકવું પડ્યું. જોકે 17 પોલીસ કર્મચારીઓ કન્ટેનરની સુરક્ષા કરી રહ્યા હતા.
કન્ટેનરને ઠીક કરી શકાયું ન હતું, તેથી વધુ પોલીસ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા
જંગી રકમ જોઈ પોલીસના હાથ પગ પણ ફૂલી ગયા હતા. તરત જ કંટ્રોલ રૂમને ફોન કરીને વધુ પોલીસ મોકલવા જણાવ્યું હતું. જે બાદ નેશનલ હાઈવે પર વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કન્ટેનરના ચાલકે પહેલા જાતે જ વાહનને રિકવર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘણા પ્રયત્નો છતાં તે વાહનને ઠીક કરી શક્યા ન હતા ત્યારે કન્ટેનરને સિદ્ધા ઈન્સિટ્યુટ લઈ જવામાં આવ્યો હતો.
કન્ટેનર સિદ્ધા સંસ્થાની અંદર ગયા બાદ થોડા સમય માટે તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. સ્થળ પર નિષ્ણાત મિકેનિકોને બોલાવીને કન્ટેનર રિપેર કરાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તમામ પ્રયાસો બાદ પણ તે વાહનને ઠીક કરી શક્યો ન હતો. તે પછી નિર્ણય લેવામાં આવ્યો કે આખી રકમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચેન્નાઈ શાખામાં પરત મોકલવામાં આવે. તે પછી બધી જ રકમને આરબીઆઈ તરફ રવાના કરવામાં આવી.
તાંબરમના આસિસ્ટન્ટ કમિશનર શ્રીનિવાસનનું કહેવું છે કે આ રકમ મોટી હતી, જેના કારણે પોલીસની જવાબદારી વધી ગઈ હતી. જ્યાં સુધી તે રિઝર્વ બેંક સુધી પહોંચ્યું ત્યાં સુધી પોલીસે સાવધાનીપૂર્વક પોતાનું કામ કર્યું. બધી જ રીતે સુનિશ્ચિત કરવામાં આવ્યું કે કોઈ ગડબડી ના થાય.
Advertisement