ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચોમાસાની સંભવિત શરૂઆત માટે નવી તારીખનો ઉલ્લેખ કર્યા વિના સંકેત આપ્યો છે કે કેરળમાં ચોમાસાના આગમનમાં વધુ વિલંબ થવાની ધારણા છે. પશ્ચિમી પવનની પેટર્ન જેવી પરિસ્થિતિઓ શરૂઆતની સ્થિતિને અનુકૂળ બનાવી રહી હતી. પરંતુ એક સાઈક્લોનિક સરક્યુલેશન, જે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર મંગળવારે હવાના દબાણમાં પરિવર્તિત થવાનું છે તેના કારણે કેરળના દરિયાકાંઠે વાદળોના આવરણમાં ઘટાડો થયો છે. વાદળોના આવરણને ચોમાસાની શરૂઆત માટે બીજું મુખ્ય પરિબળ માનવામાં આવે છે.
Advertisement
Advertisement
આઇએમડીએ મંગળવારે જણાવ્યું હતું , ” તાજા અવલોકનો દર્શાવે છે કે દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં અને ગોવાથી આશરે 920 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં, મુંબઈથી 1120 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં, પોરબંદરથી 1160 કિમી દક્ષિણમાં હવાના દબાણની રચના થઈ છે. તે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે અને , પૂર્વમધ્ય અરબી સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં આગામી 24 કલાક દરમિયાન તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.
સામાન્ય રીતે ઉત્તર તરફ આગળ વધતા પહેલા 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસાનું આગમન થાય છે અને 15 જુલાઈ સુધીમાં તે સમગ્ર દેશને આવરી લે છે. IMDએ 16 મેના રોજ જણાવ્યું હતું કે +/-4 દિવસની મોડલ ભૂલ સાથે ચોમાસુ 4 જૂને કેરળમાં આવવાની સંભાવના છે.
સોમવારે IMDએ જણાવ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્ર પર પશ્ચિમી પવનો ચાલુ છે. હવામાન વિભાગે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશનનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે વાદળોનો સમૂહ તે વિસ્તાર પર કેન્દ્રિત થયું છે. “…છેલ્લાં 24 કલાકમાં કેરળના દરિયાકાંઠે વાદળોના પ્રમાણમાં થોડો ઘટાડો થયો છે.”
IMDના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેરળમાં 8 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. “સિસ્ટમ હવે વ્યવસ્થિત થઈ રહી છે તેથી તે તમામ સંવહનને પોતાની તરફ ખેંચી રહી છે અને સિસ્ટમની આસપાસ વાદળો છે.”
Advertisement