ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 21મી જૂને અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. આ અગાઉ ન્યુ જર્સીમાં આવેલી એક ભારતીય રેસ્ટોરન્ટના માલિકે પીએમ મોદીના સન્માનમાં સમર્પિત એક ખાસ થાળી લોન્ચ કરી છે. ન્યૂઝ એજન્સી ANIએ આ માહિતી આપી છે.
Advertisement
Advertisement
રેસ્ટોરન્ટના ભારતીય મૂળના માલિક શ્રીપદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે અહીં રહેતા ભારતીય સમુદાયની માંગ પર સ્પેશિયલ થાળીને ખાસ ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવી છે. ANIએ આ સ્પેશિયલ થાળી અંગેનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં રેસ્ટોરન્ટના માલિક કુલકર્ણી મોદી જી થાળી વિશે માહિતી આપતા જોવા મળે છે.
#WATCH | A New Jersey-based restaurant launches 'Modi Ji' Thali for PM Narendra Modi's upcoming State Visit to the US. Restaurant owner Shripad Kulkarni gives details on the Thali. pic.twitter.com/XpOEtx9EDg
— ANI (@ANI) June 11, 2023
ભારતની ખાસ વાનગીઓનો સમાવેશ
પીએમ મોદીની સ્પેશિયલ થાળીની વાત કરીએ તો તે ખૂબ જ રંગીન થાળી છે એટલે કે વાનગીઓની દ્રષ્ટિએ વૈવિધ્યપૂર્ણ થાળી છે. આ થાળીમાં ખીચડી, રસગુલ્લા, સરસોં કા સાગ, કાશ્મીરી દમ આલૂ, ઈડલી, ઢોકળાં, છાશ, પાપડ જેવી સમગ્ર ભારતની વિશેષ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટના માલિકે એમ પણ કહ્યું કે ઘણાં લોકો આ ખાસ થાળીનો સ્વાદ ચાખી ચૂક્યા છે. ઘણા ગ્રાહકોએ કહ્યું કે તેઓને ભોજન ગમે છે અને થાળી ભારતીય સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે.
જોકે, આ સ્પેશિયલ થાળીની કિંમતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આવી જ થીમ પર, ગયા વર્ષે દિલ્હીમાં એક રેસ્ટોરન્ટે પણ પીએમના જન્મદિવસ પર થાળી લોન્ચ કરી હતી. દિલ્હીના કોનોટ પ્લેસમાં આવેલી Ardor 2.1 રેસ્ટોરન્ટે 56 વાનગીઓ સાથે મોટી સાઇઝની એક થાળી લોન્ચ કરી હતી. તેમાં ગ્રાહકને શાકાહારી અને માંસાહારી વાનગીઓ પસંદ કરવાનો વિકલ્પ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાની મુલાકાત દરમિયાન 22 જૂને વડાપ્રધાન મોદી માટે રાજકીય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે. તેમની આ મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેનના આમંત્રણ પર થઈ રહી છે.
Advertisement