બંગાળની ખાડીમાં તૈયાર થઈ ગયેલું વાવાઝોડું બર્મા-બાંગ્લાદેશ તરફ ફંટાયું છે. તે ધીમે ધીમે પૂર્વ તરફ વળી રહ્યું છે. જો આ દિશા તરફ તે ફંટાય તો સ્વાભાવિક રીતે તે બાંગ્લાદેશ અને બર્માના કિનારાઓને છેદીને મોટી તબાહી મચાવી શકે છે.
Advertisement
Advertisement
મોચા છેલ્લે અંદમાન નિકોબાર ટાપુની પશ્ચિમે સ્થિર થઈને તે ધીમે ધીમે પશ્ચિમના પવનોની ગતિ પકડતાં પકડતાં હાલ પૂર્વ તરફ બાંગ્લાદેશ અને બર્મા તરફ જઈ રહ્યું છે. તેની તીવ્રતા એક પૂર્ણકક્ષાના સાઈક્લોન જેટલી છે અને 130 કિલોમીટર પવનની ગતિએ જઈ રહ્યું છે. હાલ જોતાં તો મોચાનો ખતરો ભારત કરતાં બાંગ્લાદેશ અને બર્માને વધું હોય તેવું વર્તાય છે.
હવામાન વિભાગના નિષ્ણાંતો સતત મોચા વાવાઝોડાની પ્રત્યેક હિલચાલ તરફ નજર રાખીને બેઠાં છે. જો કે હજું પણ તે પૂર્ણ રીતે એક ચોક્કસ દિશા ના પકડે ત્યાં સુધી એલર્ટ પૂરું થતું નથી.
આગામી 14મી તારીખ સુધીમાં મોચા ક્યા દેશના કિનારે ટકરાશે તે નક્કી ખ્યાલ આવશે. અને એ પછી જે તે દેશના ક્યા કિનારાને છેદશે તે પણ પવનની દિશાની ગતિ સાથે ખ્યાલ આવી શકે છે.
Advertisement