વિયેતનામના પાટનગર હેનોઈમાં નવ માળના એપાર્ટમેન્ટમાં મંગળવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વકરાળ હતી કે ડઝનબંધ લોકો તેમાં સળગીને મૃત્યુ પામ્યા હતાં. અહેવાલ મુજબ એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગને કારણે લગભગ 50 લોકોનું મૃત્યુ થયું છે. આગની આ ઘટના રાત્રે બે વાગ્યાના સુમારે બની હતી. તે સમયે એપાર્ટમેન્ટમાં લગભગ 150 લોકો હતા. જો કે આગ પર કાબૂ મેળવી લેવાયા બાદ બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. લગભગ 70 લોકોને બચાવી લેવાયા હતા. તેમાંથી 54 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આગ લાગવાના કારણોની તપાસ શરુ કરી દીધી છે.
Advertisement
Advertisement
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેનોઈના થાન જુઆન જિલ્લામાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગ ફ્લોરમાં મંગળવારે રાત્રે આગ લાગી હતી. બાદમાં આ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આખા બિલ્ડીંગમાં પ્રસરી ગઇ લીધી હતી. આ એપાર્ટમેન્ટ ખોંગ હો સ્ટ્રીટ નજીક સાંકડી ગલીમાં આવેલા હોવાથી રેસ્ક્યૂ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી. આ આગમાં મૃતકોની ચોક્કસ સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હેનોઈના એપાર્ટમેન્ટમાં આગની ઘટનામાં પીડિતોમાં અનેક બાળકો સામેલ હોવાની માહિતી મળી રહી છે. માહિતી અનુસાર એપાર્ટમેન્ટ બ્લોકમાંથી એક્ઝિટ માટે ફક્ત એક જ રસ્તો હતો. તેના સિવાય બીજા કોઈ ઈમરજન્સી ગેટની વ્યવસ્થા નહોતી.
અહેવાલ અનુસાર આ એપાર્ટમેન્ટમાં લગભગ 150 લોકો રહેતા હતા. આગ લાગવાના થોડા સમય બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ નવ માળના એપાર્ટમેન્ટમાં આગ લાગ્યા બાદ મોડી રાત્રે ફાયરબ્રિગેડની ટીમે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. લગભગ 70 લોકોને બચાવી લેવાયા હતા. તેમાંથી 54 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરુ કરી દીધી છે.
Advertisement