દેશના પાટનગર દિલ્હીમાં ચોરીની એક સનસનાટીભરી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દિલ્હીના જંગપૂરાના જ્વેલરી શોરૂમમાં બની હતી. ભોગલ વિસ્તારમાં આવેલા જ્વેલર્સને ત્યાં આ ચોરીની ઘટના બની હોવાની માહિતી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ જ્વેલર્સને ત્યાં મોડી રાત્રે ચોરોની ટોળકી ત્રાટકી હતી. અહેવાલ અનુસાર લગભગ 25 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમની ચોરી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Advertisement
Advertisement
ચોરોએ દિલ્હીના જંગપુરા વિસ્તારમાં સ્થિત શોરૂમને નિશાન બનાવ્યો હતો. તેઓ શોપમાંથી સોનું, હીરા અને ઝવેરાતની ચોરી કરીને ભાગી ગયા હતા. સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી ચોરોની શોધ કરવામાં આવી રહી છે. દુકાનના માલિકે જણાવ્યું, “અમે રવિવારે દુકાન બંધ કરી હતી અને મંગળવારે સવારે જ્યારે અમે દુકાન ખોલી તો અમને આખી દુકાનમાં ધૂળ દેખાઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે ચોરોએ સ્ટ્રોંગ રૂમની દીવાલમાં બાકોરું પાડીને ચોરી કરી હતી. રૂ.5-7 લાખની રોકડ સહિત રૂ. 20-25 કરોડના સામાનની ચોરી થઈ હતી. ચોરોએ સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અમારા તમામ કર્મચારીઓ અહીં હાજર છે.”
दुकान मालिक ने बताया, "हम रविवार को दुकान बंद कर के गए थे और मंगलवार की सुबह जब दुकान खोली तो हमें पूरी दुकान में धूल दिखाई दी। पता लगाने पर पता चला कि चोरों ने स्ट्रांग रूम की दीवार में गड्ढा कर सामान चोरी किया है। करीब 20-25 करोड़ का सामान चोरी हुआ जिसमें 5-7 लाख रुपए नकद भी… pic.twitter.com/FRFPSvl1QQ
— ANI_HindiNews (@AHindinews) September 26, 2023
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ચોરોએ જ્વેલરને ત્યાં પ્લાનિંગ સાથે ચોરીની ઘટનાને પાર પાડી હતી. સૌથી પહેલાં તો ચોરોએ દીવાલમાં બાકોરું પાડ્યું હતું. આ બાકોરાનો ઉપયોગ કરીને ચોરો ત્યાંથી જ શોરૂમના લોકર સુધી પહોંચ્યા હતા અને રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ 25 કરોડ રૂપિયા જેટલી માલમતાની ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી. ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર હાજર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,પોલીસ તમામ મુદ્દાઓને સાંકળવાનો પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. શોપની સુરક્ષા વ્યવસ્થા શા માટે નિષ્ફળ રહી અથવા ચોરી થઈ તે વખતે એલાર્મ ન વાગ્યું તે જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગના દાગીનાની ચોરી શો રૂમના સ્ટ્રોંગ રૂમમાંથી થઈ હતી.
Advertisement