આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં રવિવારે (29 ઓક્ટોબર) બે પેસેન્જર ટ્રેનો ટકરાઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 50 મુસાફરો ઘાયલ થયા છે.
Advertisement
Advertisement
રેલ્વેએ જણાવ્યું હતું કે વિજયનગરમ જિલ્લાના કંટાકપલ્લે ખાતે સાંજે લગભગ 7 વાગ્યે વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન સાથે પાછળથી આવતી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન અથડાઈ હતી. જેના કારણે તેના ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત પાછળનું કારણ માનવીય ભૂલ હોવાનું કહેવાય છે.
સિગ્નલ ન અપાયું હોવાના કારણે કોઠાવલાસા ડિવિઝનમાં અલામંદા-કંટકાપલ્લી ટ્રેક પર વિશાખાથી પલાસા જતી વિશેષ પેસેન્જર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. તે જ સમયે પાછળથી આવતી વિશાખા-રાયગડા ટ્રેન પેસેન્જર ટ્રેન તેની સાથે અથડાઈ હતી.
અકસ્માત અંગે માહિતી આપતાં વોલ્ટેર ડિવિઝન રેલવે મેનેજર સૌરભ પ્રસાદે જણાવ્યું હતું કે અમારી બે પેસેન્જર ટ્રેન મિડલ લાઇનમાં દોડી રહી હતી, પાછળની ટ્રેન આવીને સિગ્નલથી આગળ જતી રહી હતી, પરિણામે આગળની ટ્રેનના ત્રણ અને પાછળની ટ્રેનના બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. અમારી પ્રથમ પ્રાથમિકતા કોચમાં ફસાયેલા લોકોને બચાવવાની છે. NDRF, SDRF અને અમારી ટીમ ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ઘાયલોને હોસ્પિટલે મોકલવામાં આવી રહ્યા છે. અમે રિસ્ટોરેશનનું કામ પણ કરી રહ્યા છીએ.
દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ
આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટના પર મીડિયા સાથે વાત કરતા, ઈસ્ટ કોસ્ટ રેલ્વેના સીપીઆરઓ વિશ્વજીત સાહુએ જણાવ્યું હતું કે 12 ટ્રેનો રદ કરવામાં આવી છે, 15 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે અને 7 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. અમે પાટાનું આંશિક સમારકામ કર્યું છે. મળતી માહિતી મુજબ પાછળની ટ્રેન સિગ્નલની આગળ નીકળી ગઈ અને તેકયા કારણે થયું તે તપાસ દ્વારા જાણવા મળશે.
આ દુર્ઘટના અંગે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને લખ્યું, “તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક્સ-ગ્રેશિયા વળતર વિતરણ – મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલ માટે રૂ. 2.5 લાખ અને નાની ઇજાઓ માટે રૂ. 50,000 આપવામાં આવશે.
Advertisement