ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના જુલૂસ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. અહીં મોહરમના જુલુસ દરમિયાન તાજિયા હાઇ-ટેન્શન ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાતા કુલ 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમાંથી ચાર લોકોના મોત થયા હતા, જ્યારે નવની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના સવારે લગભગ 6:00 વાગ્યે બોકારોના બેર્મો વિસ્તારના ખેતકોમાં બની હતી. તમામ લોકો મોહરમનો તાજિયા લઈને જઈ રહ્યા હતા, ત્યારે તેઓ ઈલેક્ટ્રીક વાયરની ચપેટમાં આવી ગયા હતા.
Advertisement
Advertisement
ઘટના દરમિયાન સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે તાજિયાને ઉપાડતી વખતે ઉપરથી પસાર થતી 11 હજાર વોલ્ટની હાઈ ટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરી ફાટી ગઈ હતી. લોકોએ તમામ ઘાયલોને તાત્કાલિક ડીવીસી બોકારો થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની અછત અને નબળી વ્યવસ્થાને કારણે લોકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે, બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને બોકારો મોકલી દેવામાં આવ્યા છે.
તાજીયા લઈ જતી વખતે હાઇ ટેન્શન વાયરની ચપેટમાં આવ્યો
આ ઘટના શનિવારે સવારે પેટરવાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખેતકો ગામમાં બની હતી. તાજિયાને લઈ જતી વખતે 11 હજાર વોલ્ટના હાઈ-ટેન્શન વાયરની અડફેટે 13 લોકો આવી જતાં મોહરમનું જુલૂસ માતમમાં ફેરવાઈ ગયું હતું. જુલૂસ માટે રાખવામાં આવેલી બેટરી હાઈ ટેન્શન વાયરને અડતા જ તેમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દરમિયાન અનેક લોકો વીજ કરંટ પણ લાગ્યો છે.
ચાર મૃતકોની ઓળખ કરવામાં આવી
સ્થાનિક લોકોએ જણાવ્યું કે આજે સવારે મોહરમનો તાજિયો ઉપાડતી વખતે તે ઉપરથી પસાર થતા 11 હજાર વોલ્ટના હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યો હતો. આ અકસ્માતમાં દાઝેલા 13 લોકોને બોકારો થર્મલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બેની સ્થિતિ સામાન્ય છે જ્યારે બાકીના 11ને ગંભીર હાલતમાં બોકારો જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં 4ના મોત થયા હતા. મૃતકોની ઓળખ 18 વર્ષીય સાજિદ અંસારી, 21 વર્ષીય આસિફ રઝા, 34 વર્ષીય અનમુલ રબ અને 19 વર્ષીય ગુલામ હુસૈન તરીકે કરવામાં આવી છે.
Advertisement