ભારત અને કેનેડાના સંબંધોમાં હાલ અભૂતપૂર્વ તણાવ છે અને તેની પાછળનું કારણ કેનેડા સરકારની ખાલિસ્તાની આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાની નીતિ છે. કેનેડાના પીએમ ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકાર પર આંગળી ચીંધી છે, ત્યારથી બંને દેશો વચ્ચે તંગદિલી વધુ વધી ગઈ છે. ટ્રુડોના નિવેદનથી ખાલિસ્તાની આતંકવાદીઓને પ્રોત્સાહન મળ્યું હતું. ખાલિસ્તાન તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) તેમજ ભારતમાં આતંકવાદી જાહેર કરાયેલા ગુરપતવંત પન્નુને ભારતીય મૂળના હિંદુઓને તાત્કાલિક કેનેડા છોડી દેવા ધમકી આપી હતી.
Advertisement
Advertisement
દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ખાલિસ્તાન તરફી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુન સામે મોટી કાર્યવાહી કરી છે. NIAએ ચંદીગઢ અને અમૃતસરમાં તેની મિલકતો જપ્ત કરી લીધી છે. પન્નુન અમૃતસરનો રહેવાસી છે અને NIAએ તેના પર ઈનામની જાહેરાત પણ કરી છે. કેનેડામાં રહેતો પન્નુન ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહે છે. તેના વિરુદ્ધ ભારતમાં દેશવિરોધી ષડયંત્ર સહિત કુલ 7 કેસ નોંધાયેલા છે. કેનેડાને પણ પન્નુનના ગુનાઓ અંગે અનેક વખત જાણ કરવામાં આવી હોવા છતાં કેનેડાએ તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી.
NIAએ ચંદીગઢમાં પન્નુનનું સેક્ટર 15માં આવેલું ઘર જપ્ત કરી લીધું છે. સતત આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવાયેલા પન્નુન પાસે ચંદીગઢમાં એક ઘરનો ચોથો ભાગ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. NIAની ટીમ લગભગ અડધા કલાક સુધી ત્યાં હાજર હતી અને પન્નુનના ઘરની બહાર નોટિસ લગાવી હતી. તેવી જ રીતે અમૃતસરના ખાનકોટ ગામમાં પન્નુનની 46 કેનાલ ખેતીની જમીન જપ્ત કરવામાં આવી છે.
આ અગાઉ વર્ષ 2020માં ગુરપતવંત સિંહ પન્નુનને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તે સમયે, જપ્તીનો અર્થ એ હતો કે તે તેની જપ્ત થયેલી મિલકત તે વેચી શકતો ન હતો. પરંતુ આ વખતે તેની જપ્ત કરાયેલી મિલકતો પર તેણે માલિકી હક્કો પણ ગુમાવ્યા છે. હવે આ મિલકતો સરકારી સંપતિ બની ગઈ છે.
Advertisement