NIAની ટીમે આજે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-NCR સહિત અનેક સ્થળોએ મોટા પાયે દરોડા પાડ્યા છે. હાલ દિલ્હીમાં ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જૂની દિલ્હીના હૌજી કાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લીમારનમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીએ દિલ્હી-એનસીઆર સહિત ઘણી જગ્યાએ તપાસ અભિયાન શરૂ કર્યું છે. અહેવાલો અનુસાર, પીઆઈએફ મોડ્યુલ વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને NCR સહિત અનેક રાજ્યોમાં NIAનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Advertisement
Advertisement
આ અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને રાજ્ય પોલીસ દળોની સંયુક્ત ટીમે 10 રાજ્યોમાં દરોડા દરમિયાન 100 થી વધુ PFI નેતાઓની ધરપકડ કરી હતી. “આતંકવાદને નાણાંકીય ભંડોળ પૂરું પાડવા, તાલીમ શિબિરોનું આયોજન કરવા અને પ્રતિબંધિત સંગઠનોમાં જોડાવા માટે લોકોને કટ્ટરપંથી બનાવવા”માં સામેલ વ્યક્તિઓના રહેણાંક અને સત્તાવાર સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અગાઉ, 10 રાજ્યોમાં મોટા ઓપરેશનમાં, NIA, ED અને રાજ્ય પોલીસે 100 થી વધુ PFI કેડર્સની ધરપકડ કરી હતી.
UAPA હેઠળ પ્રતિબંધ લાદવામાં આવ્યો
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ગૃહમંત્રી તરફથી એક જાહેર ગેઝેટ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારે PFIની વિઘટનકારી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને, ગેરકાનૂની પ્રવૃત્તિ અધિનિયમ, 1967, એટલે કે UAPA ની કલમ 3 ની પેટા કલમ 1 હેઠળ તેની શક્તિઓનો ઉપયોગ કર્યો છે. PFI ને UAPAની કલમ 35 હેઠળ 42 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
પીએફઆઈ પર આતંકવાદી સંબંધોનો આરોપ છે. દેશના કેટલાંક રાજ્યોમાં PFI પર સતત દરોડા પાડ્યા બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. રિપોર્ટ અનુસાર, મળેલા પુરાવાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આરોપ છે કે આ સંગઠનને વિદેશમાંથી ગેરકાયદેસર ભંડોળ મળતું હતું. જેને લઈને ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડીને આ સંગઠન સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
Advertisement