ઇઝરાયેલ-હમાસ યુદ્ધને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. આ વિનાશક યુદ્ધમાં બંને પક્ષોના હજારો લોકો માર્યા ગયા છે, ત્યારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ દેખાવો કરવા બદલ પોલીસે 200 થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે બપોરે મુંબ્રા વિસ્તારમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત વિરોધ દેખાવોમાં સામેલ થવા માટે સેંકડો લોકો એકઠા થયા હતા.
Advertisement
Advertisement
દેખાવકારોએ બેનરો સાથે પેલેસ્ટાઈનના સમર્થનમાં નારા લગાવ્યા
પોલીસ અધિકારીએ કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એફઆઈઆરમાં 16 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીએ કહ્યું કે એફઆઈઆર અનુસાર, દેખાવકારોએ પેલેસ્ટાઈનના સમર્થનમાં બેનરો અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભારત સરકારના આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે કહ્યું કે વિરોધ દેખાવોનો વીડિયો બનાવવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
યુદ્ધમાં અત્યાર સુધીમાં 7000 થી વધુ પેલેસ્ટાઈનવાસીઓના મોત
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જ્યારથી ઈઝરાયેલે હમાસ શાસિત ગાઝા પર હુમલો કર્યો છે, ત્યારથી 2900 થી વધુ સગીરો અને 1500 થી વધુ મહિલાઓ સહિત 7000 થી વધુ પેલેસ્ટાઈનવાસીઓના મોત થયા છે. હમાસે 7 ઑક્ટોબર ના રોજ દક્ષિણ ઇઝરાયેલમાં આક્રમણ શરૂ કર્યું હતું. ત્યારબાદ ઇઝરાયેલે વિનાશક હવાઈ હુમલાઓ સાથે જવાબી કાર્યવાહી કરી હતી. ઇઝરાયેલના જવાબી હુમલાએ ગાઝામાં નાગરિકોની દુર્દશા અંગે વિશ્વભરમાં ચિંતા વધારી દીધી છે.
Advertisement