મહારાષ્ટ્રમાં એક ભયાનક અકસ્માત થયો હોવાની માહિતી મળી રહી છે. બ્રિજના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન 100 ફૂટ નીચે પડતાં 16 લોકોના મોત થયા હતા. આ મશીનનો ઉપયોગ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાના નિર્માણમાં કરવામાં આવી રહ્યો હતો. આ ઘટના મુંબઈ નજીકના થાણે જિલ્લાની છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
Advertisement
Advertisement
શાહપુર પોલીસે જણાવ્યું કે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાના નિર્માણ દરમિયાન શાહપુર પાસે સવારે એક ગર્ડર લોન્ચિંગ મશીન પડી ગયું, જેમાં 16 લોકોના મોત થયા, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. NDRFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સારંગ કુર્વેના જણાવ્યા અનુસાર, તેમને વહેલી સવારે લગભગ 1:30 વાગ્યે આ ઘટનાની માહિતી મળી અને તેમની ટીમે લગભગ 5:30 વાગ્યે બચાવ કામગીરી શરૂ કરી. સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
આ સાથે પોલીસે જણાવ્યું કે એમ્બ્યુલન્સ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જેસીબી અને રેસ્ક્યુ ટીમે કામગીરી સંભાળી લીધી છે. સાઇટ ખાલી કરાવવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણેના શાહપુરમાં ગર્ડર મશીન પડી જવાની ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. એક સ્વિસ કંપની અહીં કામ કરતી હતી. તેની ઝીણવટભરી તપાસ માટે સૂચના આપવામાં આવી છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય માટે સૂચના આપી છે. અમારા સંબંધિત વિભાગના અધિકારીઓ અને મંત્રીઓ પણ સ્થળ પર હાજર છે.
Advertisement