મુંબઈઃ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી, જેને પગલે મહારાષ્ટ્ર સરકારે તેમની સુરક્ષા વધારી દીધી છે. અભિનેતા શાહરૂખ ખાને રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી કે બોક્સ ઓફિસ પર તેમની ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા બાદ તેમને જાનથી મારી નાખવાની ધમકીના ફોન આવી રહ્યા છે. ત્યાર પછી રાજ્ય સરકારે તેમની સુરક્ષા વધારવા માટે આ નિર્ણય લીધો છે અને શાહરૂખ ખાનને Y+ સુરક્ષા આપી છે.
Advertisement
Advertisement
ધમકીભર્યા ફોન આવ્યા બાદ શાહરૂખ ખાને લેખિત ફરિયાદ નોંધાવી હતી.
શાહરૂખ ખાન માટે 2023 શાનદાર વર્ષ રહ્યું છે, વર્ષની શરૂઆતમાં તેમની બંને ફિલ્મો – પઠાણ અને પછી જવાન – એ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે અલગ અલગ રેકોર્ડ બનાવ્યા છે. આ બંને ફિલ્મોની સફળતા બાદ શાહરૂખ ખાને રાજ્ય સરકારને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. શાહરૂખ ખાનની આ ફરિયાદ બાદ રાજ્ય સરકારના આદેશ પર આઈજીએ અભિનેતાની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર સરકારે અભિનેતા શાહરૂખ ખાનને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ તેમની સુરક્ષા વધારીને Y+ કરી દીધી છે. શાહરૂખ ખાને રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી કે ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કિંગ ખાનને આપવામાં આવેલી Y+ સિક્યોરિટીનો ખર્ચ શાહરૂખ ખાન પોતે ઉઠાવશે. અભિનેતાએ આ રકમ મહારાષ્ટ્ર સરકારને ચૂકવવી પડશે.
પઠાણ અને જવાનની કમાણી
ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે 1050 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમની બીજી ફિલ્મ જવાને પઠાણનો રેકોર્ડ તોડ્યો અને તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
Advertisement