કેડબરીએ લિસ્ટોરિયોસિસ (Listeriosis) નામની બીમારીના ડરથી સમગ્ર યુકેમાંથી ચોકલેટ પાછી ખેંચી લીધી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર યુકેના સ્ટોર્સમાંથી હજારો કેડબરી પ્રોડક્ટ્સ ખેંચવામાં આવી રહી છે. સ્કાય ન્યૂઝના અહેવાલ પ્રમાણે, જે લોકોએ આ બેચમાંથી ઉત્પાદનો ખરીદ્યા છે તેઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ તેને ન ખાય અને તેના બદલે તેમને રિફંડ પરત મળશે.
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) મુજબ, લિસ્ટેરિયા સંક્રમણ એ ખોરાકજન્ય બેક્ટેરિયલ બીમારી છે, જેને લિસ્ટેરિયોસિસ કહેવાય છે.
બ્રિટનની ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી (FSA) ગ્રાહકોને વિનંતી કરી રહી છે કે, તેઓ તેમની વેબસાઇટ પર ઉત્પાદનોની એક્સપાયરી ડેટ તપાસે. એક અહેવાલ અનુસાર, FSA એજન્સીએ ક્રન્ચી, ડેમ, ફ્લેક, ડેરી મિલ્ક બટન્સ અને ડેરી મિલ્ક ચંક્સ 75 ગ્રામ ચોકલેટ ડેઝર્ટ વિશે ચેતવણી જારી કરી છે, જે તમામ સુપરમાર્કેટમાં અલગથી વેચાય છે. ક્રન્ચી અને ફ્લેક ડેઝર્ટ માટે 17મે અને બાકીના માટે 18મેની બેન્ચમાં બનેલી ચોકલેટ ચિંતાનું કારણ બની છે.
સગર્ભા સ્ત્રીઓને અને 65+ની વ્યક્તિઓને આ બીમારીથી ખતરો
સામાન્ય રીતે બેક્ટેરિયમ લિસ્ટેરિયોસિસ મોનોસાયટોજેન્સથી દૂષિત ખોરાક ખાવાથી થાય છે. આ બીમારીમાં બેક્ટેરિયા રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. જેથી આ બીમારીનો ખતરો સગર્ભા સ્ત્રીઓ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધુ છે.
Advertisement