મહારાષ્ટ્રના થાણેમાં આજે લિફ્ટ તૂટી પડવાની ગંભીર ઘટના બની છે, જેમાં 7 લોકોના મોત થયા છે. હાલ બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના થાણેમાં 40 માળની ઈમારતમાં થઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો મજૂરો હતા.
Advertisement
Advertisement
માહિતી અનુસાર, મહારાષ્ટ્રના થાણેના બાલાકુલમ વિસ્તારમાં એક 40 માળની ઇમારત બની રહી છે, જેમાં તેની લિફ્ટ પડી જવાથી 7 કામદારોના દુ:ખદ મોત થયા હતા. મજૂરો પોતાનું કામ પૂરું કરીને લિફ્ટથી નીચે ઉતરી રહ્યા હતા. રુનવાલ નામની 40 માળની આ ઈમારતની લિફ્ટ જોરદાર અવાજ સાથે નીચે આવી ગઈ હતી, જેના કારણે આખા બિલ્ડિંગમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે વહીવટીતંત્ર, પોલીસ અને રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પૂરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલે લઈ જવાયા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
થાણેમાં રુનવાલ નામની નવી બંધાઈ રહેલી 40 માળની ઈમારતમાં કામ ચાલી રહ્યું હતું. આ બિલ્ડિંગની છત પર વોટર પ્રૂફિંગનું કામ પણ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બિલ્ડીંગમાં કામ કરતા મજૂરો પોતાનું કામ પૂરું કરીને લિફ્ટથી નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન જ લિફ્ટ એકાએક ધડાકા સાથે નીચે પડી હતી. લિફ્ટ તૂટીને નીચે પડી જતાં તેનો ભયંકર અવાજ સાંભળીને ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મજૂરો હતા. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા લોકો પૈકી કેટલાંકની હાલત નાજુક હોવાનું કહેવાય છે, તેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement