પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા છે. પરંતુ તેમની મુલાકાત દરમિયાન ભારતીય મુસ્લિમોના અધિકારોનો મુદ્દો ઉગ્રપણે ઉઠાવવામાં આવ્યો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બાઈડનને પીએમ મોદી સાથે ભારતના મુસ્લિમ લઘુમતીઓનો મુદ્દો ઉઠાવવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, અમેરિકાના કેટલાંક સાંસદોએ ભારતમાં લઘુમતીઓ પર અત્યાચારનો આરોપ લગાવતા પીએમ મોદીના ભાષણનો બહિષ્કાર કર્યો હતો. આ બધાની વચ્ચે વ્હાઇટ હાઉસમાં એક પત્રકારે પીએમ મોદીને સવાલ પણ પૂછ્યો હતો.
Advertisement
Advertisement
પીએમ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન મહિલા પત્રકાર સબરીના સિદ્દીકીએ ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે પ્રશ્ર કર્યો હતો. આ સવાલના કારણે ભારતમાં તેની ટીકા થવા લાગી છે. સોશિયલ મીડિયા પર મહિલા પત્રકારને ટ્રોલ કરવામાં આવી રહી છે. અમેરિકી સરકારે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી.
અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં દ્વિપક્ષીય બેઠક કરી હતી, ત્યાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત પ્રેસ નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આ દરમિયાન એક પત્રકારે તેમને ભારતના મુસ્લિમોના અધિકારો સંબંધિત પ્રશ્ન પૂછ્યો હતો, આ સવાલ વોલ સ્ટ્રીટ જર્નલની મહિલા પત્રકાર સબરીના સિદ્દીકીએ પૂછ્યો હતો.
ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણાં ભારતીયોએ આરોપ લગાવ્યો હતો કે મહિલા પત્રકારે જાણી જોઈને આવો સવાલ પૂછ્યો હતો. આ મામલે મહિલા પત્રકારને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. જ્યારે વ્હાઇટ હાઉસના અધિકારીને પત્રકારના ટ્રોલિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘અમને ઓનલાઈન હેરેસમેન્ટની માહિતી મળી છે અને આ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.’ આ લોકશાહીના સિદ્ધાંતની વિરુદ્ધ છે.
પીએમ મોદીએ આપ્યો હતો આ જવાબ
પીએમ મોદીએ કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે તમે એવું કહો છો કે લોકો કહે છે. લોકો કહે છે. પણ ભારત લોકશાહી છે. રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું તેમ, લોકશાહી ભારત અને અમેરિકા બંનેના ડીએનએમાં છે. લોકશાહી અમારી નસોમાં છે, અમે લોકશાહી જીવીએ છીએ. અમારા વડવાઓએ તેને શબ્દોમાં મૂકી છે. અમારું બંધારણ અને અમારી સરકાર અને અમે સાબિત કર્યું છે કે લોકશાહી પહોંચાડી શકે છે. જ્યારે હું કહું છું ત્યારે જાતિ, સંપ્રદાય, ધર્મ, કોઈપણ પ્રકારના ભેદભાવને તેમાં કોઈ સ્થાન નથી. જ્યારે તમે લોકશાહી કહો છો, ત્યારે પક્ષપાતનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.
Advertisement