મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જ્યાં 20 ચિત્તાઓને વિદેશથી લાવીને વસાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા બે મહિનામાં 4 ચિત્તાના મોત થયા છે. આથી મિશન ચિત્તા પ્રોજેક્ટને મોટો ધક્કો વાગ્યો છે. કુનો નેશનલપાર્કમાં મંગળવારે બપોરે કુનો પાર્કની મોનિટરિંગ ટીમને ચિત્તાનું બચ્ચું ગંભીર બીમાર સ્થિતિમાં મળ્યું હતું જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
નામિબિયાથી લાવવામાં આવેલી માદા ચિત્તા જવાલા (સિયાયા)એ ગત 24 માર્ચના રોજ પાર્કમાં 4 બચ્ચાને જન્મ આપ્યો હતો, તેમાંથી એકનું મૃત્યુ થતા હવે 17 પુખ્ય ચિત્તાઓ અને 3 બચ્ચા બચ્યા છે. આથી અચાનક જ વધુ એક નાના ચિત્તાનું મોત થતા પ્રાણીપ્રેમીઓ અને કુનો નેશનલ પાર્કના સત્તાધિશો ચિંતામાં પડ્યા છે.
હજુ સુધી બચ્ચાના મોતનું કારણ જાણી શકાયું નથી. કુનો પાર્કમાં સમયાંતરે ચિત્તાના મોતના સમાચાર આવે છે. અગાઉ સાથા, ઉદ. અને દક્ષા નામની માદા ચિત્તાનું મોત થયું હતું. સાશાના મોતનું કારણ કિડની ખરાબ થવાથી થયું હતું. દક્ષિણ આફ્રિકાથી લવાયેલા માદા ચિત્તા દક્ષાનું મોત આંતરિક સંઘર્ષમાં ઘાયલ થવાથી થયું હતું.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તામાંથી કેટલાકને મંદસૌરના ગાંધી સાગર અભ્યારણ્ય કે રાજસ્થાનના મુકુંદરામાં શિફ્ટ કરવાની વાત ચાલી રહી છે.
Advertisement