દિલ્હી: ઉત્તર પ્રદેશના કાનપુરની એક સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે 14 માસૂમ બાળકોના જીવ જોખમમાં મૂકાઈ ગયા છે. આ બાળકોને ચેપગ્રસ્ત લોહી ચડાવવામાં આવ્યું છે જેના કારણે તેઓ એઇડ્સ અને હેપેટાઇટિસ જેવા જીવલેણ ચેપી રોગોની ઝપટમાં આવી ગયા છે. આ મામલાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર અને યુપી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ડબલ એન્જીન સરકારે સ્વાસ્થ્ય વ્યવસ્થાને ડબલ બિમાર કરી દીધી છે.
Advertisement
Advertisement
ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ડબલ એન્જિન સરકારે આપણી આરોગ્ય વ્યવસ્થાને બમણી બીમાર કરી દીધી છે. યુપીમાં કાનપુરની એક સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયાથી પીડિત 14 બાળકોને સંક્રમિત રક્ત ચડાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે આ બાળકોને HIV એઇડ્સ અને હેપેટાઇટિસ B, C જેવી ગંભીર બીમારીઓ થઈ ગઈ છે. આ ગંભીર બેદરકારી શરમજનક છે.
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ભાજપ સરકારના આ અક્ષમ્ય ગુનાની સજા નિર્દોષ બાળકોને ભોગવવી પડી રહી છે. ગઈકાલે મોદીજી આપણને 10 ઠરાવો લેવા વિશે મોટી મોટી – મોટી વાતો શીખવી રહ્યા હતા, શું તેમણે ક્યારેય તેમની ભાજપ સરકારો માટે થોડીક પણ જવાબદારી નક્કી કરી છે ?
डबल इंजन सरकार ने हमारी स्वास्थ्य व्यवस्था को डबल बीमार कर दिया है।
यूपी के कानपुर में एक सरकारी अस्पताल में थैलीसीमिया के 14 बच्चों को संक्रमित खून चढ़ा दिया गया, जिससे इन बच्चों को HIV AIDS और हेपेटाइटिस B, C जैसी चिंताजनक बीमारियाँ हो गई हैं।
ये गंभीर लापरवाही शर्मनाक है।…
— Mallikarjun Kharge (@kharge) October 25, 2023
ઉલ્લેખનીય છે કે કાનપુરની લાલા લજપત રાય હોસ્પિટલમાં 14 બાળકોને સંક્રમિત લોહી ચડાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમની તપાસમાં સામે આવ્યું છે કે આ બાળકોમાં HIV AIDS અને Hepatitis B અને Cનો ચેપ ફેલાઈ ગયો છે. ડૉક્ટરોએ જણાવ્યું કે આ લોહી રક્તદાન અંતર્ગત લેવામાં આવ્યું હતું. ચેપગ્રસ્ત બાળકોમાંથી સાતને હેપેટાઈટીસ બી, પાંચને હેપેટાઈટીસ સી અને બેને એચઆઈવીની પુષ્ટિ થઈ હતી. આ બાળકો કાનપુર ગ્રામીણ, ફરુખાબાદ, ઈટાવા, ઔરૈયા અને કન્નૌજ સહિત ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓના છે.
Advertisement