કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીનું નિધન થયું છે. તેમના પરિવારની સાથે સાથે કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે.કે. સુધાકરને મંગળવારે આ માહિતી આપી હતી. તેઓ 79 વર્ષના હતા. ઓમાન ચાંડી લાંબા સમયથી બીમાર હતા.
Advertisement
Advertisement
સુધાકરને ટ્વીટ કર્યું કે હું એક દિગ્ગજ ઓમાન ચાંડીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમણે અસંખ્ય વ્યક્તિઓના જીવનને પ્રભાવિત કર્યું અને તેમની વીરાસત હંમેશા આપણા આત્મામાં ગુંજતી રહેશે.
જયારે કેરળ કોંગ્રેસે કહ્યું કે ચાંડીની તબિયત લાંબા સમયથી ઠીક ન હતી અને સારવાર માટે તેઓ બેંગલુરુમાં રહેતા હતા. ચાંડી બધી પેઢીઓ અને તમામ વર્ગોમાં પ્રિય હતા. કેરળ કોંગ્રેસે ટ્વીટ કર્યું કે અમે અમારા સૌથી પ્રિય નેતા અને પૂર્વ સીએમ ઓમાન ચાંડીને વિદાય આપતાં અમને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. ઓમાન ચાંડી કેરળના સૌથી લોકપ્રિય અને માયાળુ નેતાઓમાંના એક હતા. તમામ વર્ગના લોકો ચાંડી સરને પસંદ કરતા હતા. કોંગ્રેસ પરિવાર તેમના નેતૃત્વ અને યોગદાનને યાદ રાખશે.
પીએમ મોદીએ નિધન પર શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ઓમાન ચાંડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ લખ્યું કે ‘ઓમાન ચાંડી જીના નિધનથી હું દુખી છું. આપણે એક વિનમ્ર અને સમર્પિત નેતા ગુમાવ્યા છે જેમણે પોતાનું જીવન જનસેવા માટે સમર્પિત કર્યું અને કેરળની પ્રગતિ માટે કામ કર્યું. મને તેમની સાથે થયેલી અલગ અલગ વાતચીત યાદ છે, ખાસ કરીને જ્યારે અમે બંને પોતપોતાના રાજ્યોના મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા અને પછી જ્યારે હું દિલ્હી ગયો. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. તેમના આત્માને શાંતિ મળે.’
રાહુલ ગાંધીએ ગણાવ્યા સાચા નેતા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઓમન ચાંડીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ચાંડીજી કેરળ અને ભારતના આત્માનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ કેરળના લોકોના સાચા નેતા હતા. અમે તેમને ખૂબ પ્રેમ કરીએ છીએ અને હંમેશા તેમને યાદ કરીશું. ઓમાન ચાંડીના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના છે.
Advertisement