ક્લાયમેટ ચેન્જના કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારાની અસર સમુદ્રના ઊંડાણ સુધી પહોંચી રહી છે. સંશોધકોએ ચેતવણી આપી છે કે ક્લાયમેટ ચેન્જની અસરોને કારણે સમુદ્રના ટ્વિલાઈટ ઝોનમાં જોવા મળતી 20થી 40 ટકા પ્રજાતિ આ સદીના અંત સુધીમાં નષ્ટ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે સમુદ્રમાં 200થી 1000 મીટરની ઊંડાઈના વિસ્તારને ટ્વિલાઈટ ઝોન કહેવાય છે. બ્રિટનની કેટલીક યુનિવર્સિટીઓના સંશોધકો દરિયાઈ જીવન પર ક્લાયમેટ ચેન્જની અસરનું મૂલ્યાંકન કરવા માટે એક બેઠક કરી હતી. તેઓ જણાવ્યું કે, વધારે ઉત્સર્જનની સ્થિતિમાં જે રીતે દરિયાઈ જીવનને આગામી 150 વર્ષમાં અસર થશે તેની ભરપાઈ કેટલાંક હજારો વર્ષ વીતી જવા છતાં નહીં કરી શકાય.
કાર્ડિફ યુનિવર્સિટીના પ્રો.પોલ પીયર્સને કહ્યું કે, અભ્યાસ દરમિયાન પૃથ્વી પર 50 લાખ વર્ષ અને 15 કરોડ વર્ષ પહેલાના બે ગરમ સમયગાળાને લઈને મળેલા પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ટ્વિલાઈટ ઝોનમાં હાલમાં જે પ્રજાતિઓ છે તેને વિકસિત થવામાં લાખો વર્ષો લાગ્યા છે. આ ઝોન ફ્રીઝ જેવું કામ કરે છે. હવે ક્લાયમેટ ચેન્જના કારણે જે રીતે તાપમાન વધી રહ્યું છે, તેનાથી તેઓ જોખમમાં છે.
Advertisement