સુરક્ષા દળોએ જમ્મુ ડિવિઝનના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સુરક્ષા દળોએ ચકન દા બાગ વિસ્તારમાં એક ઘૂસણખોરને ઠાર માર્યો છે. હાલ સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
Advertisement
Advertisement
પૂંચ સેક્ટરમાં ઓપરેશન બહાદુર હેઠળ ભારતીય સેના તથા જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ઘૂસણખોરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો હોવાનું, સેનાએ જણાવ્યું હતું. પૂંચ સેક્ટરમાં રવિવાર – સોમવાર વચ્ચેની રાત્રિ દરમિયાન બે ઘૂસણખોરોને ઠાર મારવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Operation Bahadur #Poonch Sector. Major Infiltration Bid Eliminated in a joint operation by #IndianArmy & @JmuKmrPolice during the night of 17 Jul 23 in Poonch Sector. Two infiltrator have been eliminated. Search operations are in Progress.… pic.twitter.com/bFgUZZw5wS
— White Knight Corps (@Whiteknight_IA) July 17, 2023
આતંકી ષડયંત્રનો પર્દાફાશ, હંદવાડામાં 12 કિલોના બે IED મળ્યા
સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડા વિસ્તારમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સંયુક્ત ઓપરેશનમાં સેના અને પોલીસની ટીમને NH 701 નજીક વોધપુરાના જંગલ વિસ્તારમાંથી બે IED મળી આવ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલી માહિતીના આધારે સેના અને હંદવાડા પોલીસે આજે વહેલી સવારે વોધપુરા જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન જંગલમાંથી પાંચ અને સાત કિલોના બે અત્યાધુનિક IED મળી આવ્યા હતા. ટીમે તુરંત જ જરૂરી સુરક્ષા પગલાં લઈને વિસ્તારને ઘેરી લીધો હતો, તેમણે ઉમેર્યું હતું કે આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે IEDનો નિયંત્રિત વિસ્ફોટ કર્યો હતો. સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોની સંયુક્ત ટીમની તુરંત કાર્યવાહીને કારણે આ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતી ટાળી દેવાઈ છે.
આ અગાઉ ગયા અઠવાડિયે સેનાએ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પાર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બરતવાલે જણાવ્યું હતું કે સૈનિકોએ આતંકીઓને પડકાર્યા હતા અને ગોળીબાર કરતાં તે ઠાર મરાયો હતો.
Advertisement