રોમઃ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના પાર્ટનર એન્ડ્રીયા ગિયામ્બ્રુનોથી અલગ થવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેની જાહેરાત કરતાં જ્યોર્જિયાએ લખ્યું કે દસ વર્ષનો સંબંધ સમાપ્ત થઈ રહ્યો છે. અમારા રસ્તા ઘણાં સમય પહેલા અલગ થઈ ગયા હતા. હવે તેના વિશે માહિતી આપવાનો વારો હતો.
Advertisement
Advertisement
જ્યોર્જિયા મેલોની અને એન્ડ્રીયા ગિયામ્બ્રુનો છેલ્લાં દસ વર્ષથી રિલેશનશિપમાં હતા. આ સંબંધને કારણે તેમને સાત વર્ષની એક પુત્રી જિનેવરા પણ છે. બંને વચ્ચે થોડા સમયથી અણબનાવ થયો હતો. ખાસ કરીને, ટીવી ડિબેટ દરમિયાન રેપને લગતી એન્ડ્રીયાની ટિપ્પણીઓને કારણે જ્યોર્જિયાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. એન્ડ્રીયા એક પ્રખ્યાત ઇટાલિયન ટીવી પત્રકાર અને પ્રસ્તુતકર્તા છે. જ્યોર્જિયા મેલોની જ્યારે G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવી ત્યારે તેની તસવીરો વાયરલ થઈ હતી.
બંને વચ્ચે અણબનાવના સમાચાર વચ્ચે, જ્યોર્જિયા મેલોનીએ પોતે X પ્લેટફોર્મ પર એક પોસ્ટ લખીને આ માહિતી આપી હતી. જ્યોર્જિયાએ લખ્યું, એન્ડ્રીયા જિયામબ્રુનો સાથે મારો 10 વર્ષનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. અમે સાથે વિતાવેલા અદભૂત સમયને હું હંમેશા યાદ રાખીશ.’ અમે સાથે મળીને જે મુશ્કેલીઓનો સામનો કર્યો તે પણ હું ક્યારેય ભૂલીશ નહીં, અને સૌથી અગત્યનું, મારી અમૂલ્ય પુત્રી જીનેવરા, જે એન્ડ્રીઆએ મને આપી, તે મારા માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતી. તે એક અણમોલ વ્યક્તિ છે. હું આ માટે ખૂબ આભારી રહીશ. અમારા રસ્તા ઘણાં સમય પહેલા અલગ થઈ ગયા હતા. હવે તેને સ્વીકારવાનો સમય આવી ગયો છે. અમે સાથે વિતાવેલા સમયની હું કદર કરીશ, અમે મિત્રો રહીશું. હું કોઈપણ ભોગે મારી સાત વર્ષની દીકરીનું ધ્યાન રાખીશ.’ તે તેના માતા-પિતા બંનેને પ્રેમ કરે છે. હવે હું આ મુદ્દે વધારે વાત નહીં કરું.
એન્ડ્રીયાના કેટલાક રેકોર્ડિંગ સામે આવી ગયા હતા, જેના કારણે બંને વચ્ચે સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. રેકોર્ડિંગમાં તે એક સહકર્મીને કહે છે – તમે મને પહેલા કેમ ન મળ્યા ? આ ઉપરાંત, તેમની એક-બે ટિપ્પણીઓને લઈને પણ વિવાદ થયો હતો. એવા પણ અહેવાલો હતા કે તેમનું અન્ય સ્ત્રી સાથે અફેર ચાલતું હતું.
Advertisement