ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ સમગ્ર વિશ્વ ભારતના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર તરફથી આવતી માહિતીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. ભારતની સ્પેસ એજન્સી ઈસરો (ISRO)પણ સમયાંતરે મિશન સંબંધિત અપડેટ્સ શેર કરે છે. દરમિયાન, એજન્સીએ X (ટ્વિટર) પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાનને ચંદ્રની સપાટી પર ઉતરતું જોઈ શકાય છે.
Advertisement
Advertisement
શું છે ઈસરોના નવા વિડિયોમાં ?
ઈસરોનો નવો વીડિયો વિક્રમ લેન્ડરના કેમેરાથી લેવામાં આવ્યો છે. તેમાં, પ્રજ્ઞાન રોવરને લેન્ડરમાંથી બહાર નીકળતા અને રેમ્પ પર ધીમે ધીમે ઉતર્યા પછી ચંદ્રની સપાટી પર ચાલતું જોઈ શકાય છે. ઈસરોએ જણાવ્યું કે આ વીડિયો 23 ઓગસ્ટે ચંદ્ર પર વિક્રમના સફળ ઉતરાણ પછીનો છે.
… … and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023
ઈસરો સતત વીડિયો શેર કરી રહ્યું છે
આ અગાઉ ઈસરોએ 24 ઓગસ્ટે પણ એક વીડિયો શેર કર્યો હતો. તેમાં લેન્ડર ઈમેજર કેમેરાએ સપાટી પર ઉતરતા પહેલા ચંદ્રની તસવીર કેવી રીતે કેપ્ચર કરી હતી તે દર્શાવાયું હતું.
Here is how the Lander Imager Camera captured the moon's image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G
— ISRO (@isro) August 24, 2023
એક અન્ય ટ્વિટમાં, ISROએ જણાવ્યું હતું કે, “તમામ પ્રવૃત્તિઓ નિર્ધારિત સમય પર ચાલી રહી છે. બધી સિસ્ટમ સામાન્ય છે. લેન્ડર મોડ્યુલ પેલોડ્સ ILSA, RAMBHA અને ChaSTE એ આજે કામ કરવાનું શરૂ કર્યું છે. રોવર મોબિલિટી ઓપરેશન્સ શરૂ થઈ ગયા છે.” ઈસરોએ માહિતી આપી હતી કે પ્રોપલ્શન મોડ્યુલ પર SHAPE પેલોડ રવિવારે ચાલુ કરવામાં આવ્યું હતું.
‘રોવર સારી રીતે કામ કરી રહ્યું છે’
ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું કે હવે રોવર સારી રીતે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે રોવર પર બે ઈન્સ્ટ્રુમેન્ટ અને લેન્ડર પર ત્રણ ઈન્સ્ટ્રુમેન્ટ છે અને આ બધાને એક પછી એક ચાલુ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આ સાધનો મૂળભૂત રીતે ચંદ્રની ખનિજ સંરચના તેમજ ચંદ્રના વાતાવરણ અને ત્યાંની ભૂકંપીય પ્રવૃત્તિઓનો અભ્યાસ કરશે. કુલ 1,752 કિગ્રા વજન ધરાવતા લેન્ડર અને રોવરને ચંદ્રના વાતાવરણનો અભ્યાસ કરવા માટે ચંદ્ર દિવસના પ્રકાશમાં ચલાવવા માટે બનાવવામાં આવ્યા છે. જો કે, ઈસરોના અધિકારીઓ તેમની વધુ એક ચંદ્ર દિવસ માટે સક્રિય થવાની શક્યતાને નકારી રહ્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે અંતરિક્ષ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચતાં ઈસરોએ બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’ને લઈ જતા ‘લેન્ડર મોડ્યુલ’નું સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડિંગ કરાવ્યું હતું. આ રીતે, ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો દેશ બન્યો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો.
Advertisement