દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોએ તાજેતરમાં ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ત્યારબાદ ઈસરો વધુ એક મોટી સિદ્ધિ માટે તૈયાર થઈ રહ્યું છે. ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણ પછી, ISRO આગામી 30 જુલાઈ 2023 ના રોજ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C56)ને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ મિશન માટે ISRO દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. ISRO PSLV-C56 સાથે 6 સેટેલાઇટ લોન્ચ કરીને ઇતિહાસ રચશે.
Advertisement
Advertisement
30 જુલાઈએ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચિંગ
PSLV-C56ને 30 જુલાઈએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ડીએસ-એસએઆર ઉપગ્રહની સાથે છ ઉપગ્રહોને પણ વિષુવવૃત્તીય ભ્રમણકક્ષામાં લઈ જવામાં આવશે. ઈસરોના જણાવ્યા મુજબ, આ મિશન એપ્રિલ-2023માં લોન્ચ કરાયેલા DS-SAR મિશન PSLV-C55જેવું જ મિશન છે, જે DS-SAR લોન્ચ કરશે. તેનું વજન 360 કિલોગ્રામ છે. તે DSTA અને ST એન્જિનિયરિંગ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે.
આ સેટેલાઈટને અવકાશમાં છોડવામાં આવશે
આ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવનારા સેટેલાઈટની વાત કરીએ તો તેમાં 23 કિલોગ્રામનો VELOX-AM માઈક્રોસેટેલાઈટ, ARCADE, SCOOB-I, NuLIoN, Gallasia-2, ORB-12 STRIDER સામેલ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ISRO એ 14 જુલાઈએ બપોરે 2:35 વાગ્યે શ્રીહરિકોટા કેન્દ્રથી ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. યોજના અનુસાર, બધું બરાબર રહેશે તો ચંદ્રયાન 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. આ મિશન ચંદ્રના એવા ભાગ પર મોકલવામાં આવી રહ્યું છે જેને ડાર્ક સાઇડ ઓફ મૂન તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગ પૃથ્વીની સામે આવતો નથી, તેથી તેને ચંદ્રની ડાર્ક બાજુ પણ કહેવામાં આવે છે.
Advertisement