ઇઝરાયલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ બંને વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ગાઝા પટ્ટીના અલગ-અલગ સ્થળોએ ઈઝરાયલ પર હજુ પણ રોકેટ હુમલા ચાલુ છે. બીજી બાજુ ઈઝરાયલની વાયુસેનાએ સમગ્ર વિસ્તાર પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. આ યુદ્ધમાં બંને તરફ અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, ઇઝરાયલે હવે હિઝબુલ્લાહ સંગઠન પર પણ થોડાં થોડાં સમયે હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે તે હિઝબુલ્લાહ આતંકવાદીઓના સ્થાનોને નિશાન બનાવી રહી છે.
Advertisement
Advertisement
જો બાઈડન બુધવારે ઈઝરાયલની મુલાકાતે
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન બુધવારે તેલ અવીવ જશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી આપી હતી. મંગળવારે વહેલી સવારે તેલ અવીવમાં મીડિયાને સંબોધતા બ્લિંકને કહ્યું કે આ ઈઝરાયેલ, મધ્ય પૂર્વ અને વિશ્વ માટે ખૂબ જ નાજુક ક્ષણ છે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ બાઈડન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડન તેલ અવીવ જઈને ઈઝરાયલ સાથે અમેરિકાની એકતાની પુનઃ પુષ્ટિ કરશે. તે જ સમયે, રાષ્ટ્રપતિ બાઈડન ફરીથી સ્પષ્ટ કરશે કે ઇઝરાયલને હમાસ અને અન્ય આતંકવાદી સંગઠનોથી તેના નાગરિકોની સુરક્ષા કરવા અને હુમલા રોકવાનો સંપૂર્ણ અધિકાર છે. બ્લિંકને એ પણ જાહેરાત કરી કે અમેરિકા અને ઇઝરાયલ એક એવી વ્યવસ્થા ઉભી કરવા માટે સંમત થયા છે જે અન્ય દેશો અને બહુપક્ષીય સંસ્થાઓને ગાઝામાં નાગરિકોને માનવતાવાદી સહાય પહોંચાડવામાં સક્ષમ બનાવશે.
ઈઝરાયલે હમાસના આતંકવાદીઓનો ક્રૂરતાપૂર્ણ વીડિયો જાહેર કર્યો
ઇઝરાયલ પર હમાસના અચાનક હુમલા બાદ બંને વચ્ચે પરિસ્થિતિ વણસી રહી છે. છેલ્લાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી બન્ને વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ લોકોના મોત થયા છે. જો કે હવે ઈઝરાયલે હમાસના આતંકનો વીડિયો જાહેર કર્યો છે. તેમાં ઈઝરાયલના લોકો અને તેના સૈન્ય સંસ્થાઓને કેટલી ક્રૂરતાથી નિશાન બનાવવામાં આવ્યા છે તે જોઈ શકાય છે.
Advertisement