ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઇઝરાયેલી વાયુસેનાએ ગાઝામાં હમાસના સ્થાનો પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 5000 પેલેસ્ટાઈનવાસી માર્યા ગયા છે. આ બધા વચ્ચે ઈઝરાયેલની સેના હવે ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ ઓપરેશન માટે તૈયાર છે. ઈઝરાયેલના આર્મી ચીફે સૈનિકોને સૂચના આપી છે કે આપણે ટૂંક સમયમાં જ ગાઝામાં પ્રવેશ કરીશું, તૈયાર રહો. બીજી તરફ, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે જ્યાં સુધી હમાસનો સફાયો નહીં થાય ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.
Advertisement
Advertisement
ઇઝરાયેલના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરજી હલેવીએ કહ્યું કે IDF જમીની હુમલા માટે તૈયાર છે. આપણે યુદ્ધમાં છીએ અને રાજકીય ક્ષેત્ર સાથે મળીને આગળની કાર્યવાહી અને સમય અંગે નિર્ણય કરીશું. ઈઝરાયલના આર્મી ચીફે કહ્યું, “આ તબક્કે વ્યૂહાત્મક અને રાજકીય પરિબળો છે જે આપણને સુધારા કરવા માટે વધુ સમય આપી રહ્યા છે.” આપણે તૈયારી માટે દરેક મિનિટનો લાભ લઈ રહ્યા છીએ.
આપણે હમાસનો નાશ કરી નાંખીશું
તેંમણે સૈનિકોને કહ્યું, યુદ્ધ હમણાં જ શરૂ થયું છે. કમનસીબે, આપણે આની કિંમત પણ ચૂકવવી પડે છે. આપણે જે રીતે હોઈએ તેમ જ તૈયાર રહેવું જોઈએ.’ આપણે માનસિક, શારીરિક અને ભૌતિક રીતે તૈયાર રહેવું જોઈએ. આપણે ટૂંક સમયમાં જ હમાસ પર ઉતરીશું અને તેનો નાશ કરીશું. નહીંતર આપણું અસ્તિત્વ નહીં રહે, આ જ સ્થિતિ છે.
પીએમ નેતન્યાહુએ પણ ગર્જના કરી
બીજી તરફ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ IDFના યાહલોમ યુનિટના સૈનિકોને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું, આપણે આગામી તબક્કાનો સામનો કરી રહ્યા છીએ જે આવવાનો છે. આપણી પાસે એક મિશન છે. હમાસનો નાશ કરો. જ્યાં સુધી આપણે તે પૂર્ણ નહીં કરી લઈએ ત્યાં સુધી આપણે અટકીશું નહીં.
નેતન્યાહુએ કહ્યું કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં લક્ષ્યો પર હુમલા કરવાનું બંધ કરશે નહીં. નેતન્યાહુએ પોતાના સૈનિકોને કહ્યું કે આપણે જબરદસ્ત તાકાતથી દુશ્મન પર હુમલો કરી રહ્યા છીએ. ગઈકાલે ગાઝા પર થયેલા હુમલાઓએ દુશ્મનને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો આપ્યો છે. આપણે ડઝનબંધ આતંકવાદીઓને મારી નાખ્યા છે.
Advertisement