નવી જનરેશનની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ પ્રાઇમ’નું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)દ્વારા 7 જૂન, 2023 ના રોજ, સાંજે લગભગ 7.30 વાગ્યે, ઓડિશાના દરિયાકિનારે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 34.5 ફૂટ લાંબી આ મિસાઈલ અગ્નિ-P નામથી પણ ઓળખવામાં આવે છે. તે અગ્નિ સીરીઝની નવી જનરેશનની મિસાઈલ છે. તેની રેન્જ એકથી બે હજાર કિલોમીટર છે.
Advertisement
Advertisement
આ પરીક્ષણ દરમિયાન, તેના તમામ ઉદ્દેશ્યોનું સફળતાપૂર્વક નિદર્શન થયું હતું. અગ્નિ પ્રાઇમ મિસાઇલના ત્રણ સફળ વિકાસલક્ષી ટ્રાયલ પછી વપરાશકર્તાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ આ પ્રથમ પ્રી-ઇન્ડક્શન નાઇટ લોન્ચ હતું, જે સિસ્ટમની ચોકસાઈ અને વિશ્વસનીયતાને માન્ય કરે છે. તેના પરીક્ષણ પહેલા જ આ વિસ્તારમાં નો ફ્લાઈ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું હતું.
રડાર, ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ્સ જેવા સંખ્યાબંધ રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશનને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા, તેમાં મિસાઈલના સમગ્ર રુટને આવરી લેતા ફ્લાઇટ ડેટા મેળવવા માટે ટર્મિનલ પોઇન્ટ પર બે ડાઉનરેન્જ જહાજોનો સમાવેશ થાય છે.
DRDO અને સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડના વરિષ્ઠ અધિકારીઓ સફળ ઉડાન પરીક્ષણના સાક્ષી બન્યા, આ પરીક્ષણે આ સિસ્ટમને ભારતીય સશસ્ત્ર દળોમાં સામેલ કરવાનો માર્ગ મોકળો કર્યો.
સફળ ઉડાન પરીક્ષણ બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવી જનરેશનની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ પ્રાઇમ’ની સફળતા અને કોપી-બુક પ્રદર્શન માટે DRDO અને ભારતીય સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા હતા.
MIRV એટલે એક જ મિસાઈલથી ઘણા ટારગેટ્સ પર હુમલો કરી શકાય છે. આ મિસાઈલ ઉચ્ચ તીવ્રતાવાળા વિસ્ફોટક, થર્મોબેરિક કે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. મિસાઈલમાં 1500થી 3000 કિલોગ્રામ વજનના વૉરહેડ લગાવી શકાય છે. આ બે સ્ટેજના રૉકેટ મોટર પર ચાલનારી મિસાઈલ છે. તેને બીઈએમએલ-ટેટ્રા ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લૉન્ચરથી છોડવામાં આવે છે.
Advertisement