જી-7 બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે જાપાન પહોંચી ગયા છે અને ગયા છે. જાપાનના હિરોશિમા પહોંચતાની સાથે તેમણે દરેક દેશના સાર્વભૌમત્વ અને સન્માનની વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે આપેલા ઈન્ટર્વ્યૂમાં દરેક દેશના સાર્વભૌમત્ત્વની વાત કરી હતી અને જણાવ્યું હતું કે ચીન અને ભારતના સંબંધો સમગ્ર વિશ્વ માટે ખૂબ જ અગત્યના છે. આ બંને દેશો વચ્ચે સરહદીય તણાવ સામાન્ય બને તે ઈચ્છનીય છે. ભારત તેના પાડોશી દેશો સાથે સામાન્ય સંબંધો ઈચ્છી રહ્યો છે. દુશ્મનાવટ મુક્ત વાતાવરણ દરેક દેશને વિકાસ તરફ લઈ જઈ શકે છે.
વડાપ્રધાને વિશ્વની સાત અગત્યની મહાસત્તાઓ વચ્ચે શાંતિ અને સૌહાર્દની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત તેના સાર્વભૌમત્ત્વ અને અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે. ભારત ઈચ્છે છે કે પાકિસ્તાન ત્રાસવાદમુક્ત દેશ બને. ભારત અને ચીનના સારા સંબંધો એક બીજાના આંતરિક સંબંધો પર જ આધારિત છે. તેમણે ફૂડ, ફર્ટિલાઈઝર અને ઇકોનોમીની પણ વાત કરી હતી અને કેટલાંક દેશોને દ્વીપક્ષીય કરાર માટે પણ આવકાર્યા હતા.
Advertisement