વિશ્વમાં સ્પેસ ટૂરિઝમ માટે હોટ લાગી છે. એટલે કે લોકો અંતરિક્ષમાં ફરવા જઈ શકશે, ત્યાં બનેલી હોટલોમાં રોકાઈ શકશે. પરંતુ સ્પેસ ટુરિઝમ ક્યારે શક્ય બનશે તે કહેવું મુશ્કેલ છે. હોટલો ચંદ્ર પર બને કે ન બને પરંતુ મૂન વર્લ્ડ રિસોર્ટની ટીમ ચંદ્રને પૃથ્વી પર જ ઉતારવા માંગે છે. આ કંપની ચંદ્ર જેવી દેખાતી હોટેલ્સની સીરિઝ બનાવવા માંગે છે. કંપની દુબઈમાં ગોળાકાર આકારની હોટલ બનાવવા માંગે છે.
એટલે કે દુબઈના લોકો બોલિવૂડનું આ ગીત દરરોજ ગાશે… ગલી મેં આજ ચાંદ દીખ રહા… આ હોટલ 360 ડિગ્રી ગોળાકાર હશે. આ હોટલ પર ચંદ્રના ખાડાઓ એટલે કે ક્રેટર પણ બનાવવામાં આવ્યા હશે. સ્થળના સ્થાન અને પરવાનગીઓના આધારે હોટેલ 2,042 ફીટની પરિધિ સાથે 224 મીટર ઊંચી હોઈ શકે છે.
માઈકલ આર. હેન્ડરસન, કેનેડિયન ઉદ્યોગપતિ અને મૂન વર્લ્ડ રિસોર્ટ્સના સહ સ્થાપકે જણાવ્યું કે ચંદ્રના આકારની હોટેલ દરેકને ઓળખી શકાય તેવી હશે. વિશ્વના 8 અબજ લોકો તેને જુએ અને દરેકને પસંદ આવશે.
હેંડરસનના જણાવ્યા અનુસાર મૂન વર્લ્ડ રિસોર્ટ ખૂબ જ વૈભવી હશે. તે એક સંપૂર્ણ સંકલિત ડેસ્ટિનેશન રિસોર્ટ હશે, જેમાં ઘણા ઘટકો પહેલેથી જ છે. ઉદાહરણ તરીકે તેમાં કન્વેન્શન સેન્ટર, રેસ્ટોરન્ટ અને સ્પા હશે. તેની અંદર સ્પેસ સાથે જોડાયેલી અનોખી વસ્તુઓ જોવા મળશે. કલાત્મક મોડલમાં દર્શાવવામાં આવ્યું છે કે તેની અંદર સ્પેસક્રાફટ ઈન્ટિરિયર હશે.
Advertisement