મુંબઈઃ એક તરફ લોકસભા અને રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થવાને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. બીજી તરફ, વિવિધ રાજ્યોમાં પણ મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મધ્યપ્રદેશની શિવરાજ સરકાર બાદ હવે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે પણ મહિલા સશક્તિકરણ મુદ્દે મોટો નિર્ણય લીધો છે.
Advertisement
Advertisement
શિંદે સરકારનો મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાતચીતમાંકહ્યું કે કેબિનેટની બેઠકમાં મહિલા સશક્તિકરણને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે છોકરીનો જન્મ થશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેને 5000 રૂપિયા, પહેલા ધોરણમાં જાય ત્યારે 6,000 રૂપિયા, છઠ્ઠા ધોરણમાં જાય ત્યારે તેને 7,000 રૂપિયા, જ્યારે તે અગિયારમા ધોરણમાં જાય છે, ત્યારે તેને 8,000 રૂપિયા અને જ્યારે તે 18 વર્ષની થાય ત્યારે તેને રૂ. 75,000 એમ કુલ મળીને તેને એક લાખ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકાર અભિયાન ચલાવશે
આ પહેલા શુક્રવારે એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે મહિલા સશક્તિકરણ અભિયાન 2 ઓક્ટોબર 2023 થી 2024 સુધી ચલાવવામાં આવશે. તેમાં જે મહિલાઓ પોતાનો વ્યવસાય વિસ્તારવા માંગતી હોય તેમને તાલીમ આપવામાં આવશે અને સંબંધિત સંપર્ક આપવામાં આવશે. ગયા મહિને લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે શિંદે સરકારે મહિલા સશક્તિકરણ માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારી પ્રસ્તાવ મુજબ, આ અભિયાનનો હેતુ દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક લાખ મહિલાઓને લાભ આપવાનો અને સરકારી વિભાગો, NGO અને તાલીમ સંસ્થાઓ દ્વારા ઓછામાં ઓછી 10 લાખ મહિલાઓને તાલીમ આપવાનો છે.
મહિલાઓને સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળશે
અગાઉ, મધ્યપ્રદેશની શિવરાજ સરકારે સિવિલ સર્વિસીસ (મહિલાઓની નિમણૂક માટે વિશેષ જોગવાઈઓ) નિયમ, 1997માં સુધારો કર્યો હતો, જેમાં વન વિભાગ સિવાયની ભરતીમાં મહિલાઓને 35% અનામત આપવામાં આવી છે. મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં તેને સરકારનું વધુ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ જાહેરાત ચૂંટણીની તારીખો પહેલા કરવામાં આવી હતી.
Advertisement