ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લગભગ પાંચ હજાર લોકોના મોત થયા છે. દરમિયાન, મંગળવારે ગાઝાની અલ-અહલી હોસ્પિટલમાં વિસ્ફોટ થયો હતો, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા માટે હમાસ અને ઈઝરાયલ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. દરમિયાન ઈઝરાયલે આ હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
Advertisement
Advertisement
IDFએ વીડિયો જાહેર કર્યો
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ગુરુવારે તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા હતા અને હુમલા માટે પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદને જવાબદાર ઠેરવી હતી. તે સાથે જ અનેક લોકો માર્યા ગયા હોવાના દાવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ઇઝરાયલે તેના દાવાઓના સમર્થનમાં, વિડિયો જાહેર કર્યા છે, જેમાંના એકમાં રોકેટના હુમલા પહેલા અને પછી હોસ્પિટલ અને તેની આસપાસનો વિસ્તાર બતાવવામાં આવ્યો છે.
IDFના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરિકસે વિડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં રોકેટ વિસ્ફોટ પાર્કિંગમાં થયો હોવાનું જણાય છે અને એવું લાગે છે કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.
A failed rocket launch by the Islamic Jihad terrorist organization hit the Al Ahli hospital in Gaza City.
IAF footage from the area around the hospital before and after the failed rocket launch by the Islamic Jihad terrorist organization: pic.twitter.com/AvCAkQULAf
— Israel Defense Forces (@IDF) October 18, 2023
15 કાર સળગી ગઈ
IDFના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે જોઈ શકીએ છીએ કે જ્યાં વિસ્ફોટ થયો છે તે વિસ્તાર કાળો થઈ ગયો છે.” ત્યાં ભયંકર આગ લાગી હતી એવું લાગે છે. વાસ્તવમાં આ કેન્દ્ર છે, જ્યાં રોકેટની અસર થઈ છે. હું જે જોઈ શકું છું તેમાં ત્યાં લગભગ 15 કાર છે જેને હુમલાની અસર થઈ હતી. આગમાં બળી ગયેલો સામાન પણ દેખી શકાય છે. જો કે, મને જે દેખાતું નથી તે મૃતદેહો છે.
IDF એ ગાઝામાં હમાસ-નિયંત્રિત સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા પર પણ સવાલ ઉઠાવ્યો હતો. તે દાવામાં વિસ્ફોટમાં ઘણાં લોકો માર્યા ગયા હોવાનું હેવાયું હતું. લેફ્ટનન્ટ કર્નલ કોનરિકસે કહ્યું, ‘ ખરેખર અહીં 471 કે 500 લોકો મૃત્યુ પામ્યા છે, તો પછી બધા મૃતદેહો ક્યાં છે?
ઈઝરાયલને નિશાન બનાવતા હતા
ઈઝરાયલે બીજો વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે આરોપ લગાવતા પહેલા તેમણે તેમના ફૂટેજ તપાસવા જોઈએ. સાંજે 6:59 વાગ્યે, ઇઝરાયલને નિશાન બનાવીને એક રોકેટ છોડવામાં આવ્યું, જે નિષ્ફળ ગયું અને ત્યાં જ વિસ્ફોટ થઈ ગયો. ગાઝાની હોસ્પિટલ પર પણ સાંજે 6:59 વાગ્યે જ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલની સેનાએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે આ હુમલો તેમણે પોતે જ કર્યો છે.
Check your own footage before you accuse Israel.
18:59 – A rocket aimed at Israel misfired and exploded.
18:59 – A hospital was hit in Gaza.You had one job. https://t.co/iCgYOkaE84 pic.twitter.com/Ag2mKCBb6M
— Israel Defense Forces (@IDF) October 18, 2023
અમેરિકાઃ ગાઝા હોસ્પિટલ હુમલા માટે ઈઝરાયલ જવાબદાર નથી
વ્હાઇટ હાઉસનું કહેવું છે કે ગાઝા હોસ્પિટલમાં વિસ્ફોટ માટે ઇઝરાયલ જવાબદાર નથી. વ્હાઈટ હાઉસે ઈન્ટેલિજન્સ ઈમેજીસ અને સ્ત્રોતો પાસેથી મળેલી માહિતીના આધારે જણાવ્યું હતું કે તપાસ દર્શાવે છે કે ગાઝા હોસ્પિટલમાં મંગળવારના ઘાતક વિસ્ફોટ માટે ઈઝરાયલ જવાબદાર નથી. અમેરિકાનું આ નિવેદન બુધવારે એ જ દિવસે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ જો બાઈડને તેમની મુલાકાત દરમિયાન ઈઝરાયલ સાથે એકતા દર્શાવી હતી.
Advertisement